Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

કમલ હાસનની 'વિશ્વરૂપ-૨' ત્રણ ભાષામાં રિલીઝ થશે

કમલ હસન અભિનિત વિશ્વરૂપ-૨ રિલીઝ થવાની તૈયારીમાં છે. ૨૦૧૩મૉ આવેલી વિશ્વરૂપમની આ સિકવલ છે. રાજકારણમાં કદમ માંડી ચુકેલા કમલ હસનની આ ફિલ્મનું નવું પોસ્ટર સામે આવ્યું છે. જેમાં તે હાથમાં ગન સાથે જોવા મળી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઇ રહ્યું છે. ત્રણ ભાષામાં આ ફિલ્મ આવશે. જેમાં તમિલ વર્ઝનને કમલની દિકરી શ્રુતિ હાસન રિલીઝ કરશે.

તેલુગુ ડબ્ડ વર્ઝનને જુનિયર એનટીઆર રિલીઝ કરશે. તમિલમાં આ ફિલ્મનું નામ વિશ્વરૂપમ્-૨ રખાયું છે. જ્યારે હિન્દી વર્ઝનને બોલીવૂડના જાણીતા નિર્દેશક રોહિત શેટ્ટી રિલીઝ કરશે. આ ફિલ્મ ૧૦મી ઓગષ્ટના રિલીઝ થવાની છે.

(9:58 am IST)