Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કપિલ શર્માના શોમા માત્ર 'હા..હા..હા..' કરવાના અર્ચનાને મળે છે ૧૦ લાખ રૂ.

૧ એપિસોડની અધધ કમાણી : અર્ચના કુલ ૨૨૦ કરોડની માલિક છે

મુંબઈ,તા.૧૩: શું તમે જાણો છો કે કપિલના શોમાં જજની ખુરશી પર બેસવા માટે અર્ચના પૂરણ સિંહ કેટલા પૈસા લે છે? કપિલ શર્માના શોમાં માત્ર હા...હા...હા... કરીને હસવા માટે માટે અર્ચના પૂરણ સિંહને મળે છે ચગડી રકમ. એક એપિસોડની ફી સાંભળીને જ આવી જશે ચક્કર.

કપિલ શર્મા શો ખુબ જ પ્રખ્યાત છે. તેમાં અનેક કલાકારો કામ કરે છે. અને તેઓ એવા જોકસ મારતા હોય છે કે અને તેના પર અર્ચના પૂરણ સિંહ જોરદાર ઠહાકા લગાવીને હસતી હોય છે. તેના આવા અનોખા હાસ્ય પર પણ કપિલ તેની મજાક ઉડાવતો હોય છે. પણ અર્ચનાને એનાથી કોઈ વાંધો નથી. કારણકે દરેક એપિસોડના તેના ખાતામાં જમા થાય છે અધધ રૂપિયા.

અહેવાલો અનુસાર વર્ષ ૨૦૨૧ માં અર્ચના પુરણ સિંહની નેટ વર્થ કુલ સંપત્ત્િ। ૨૨૦ કરોડ છે. આ સાથે મુંબઈના મડ આઇલેન્ડમાં અર્ચનાનો એક ભવ્ય બંગલો પણ છે. નોંધનીય છે કે અર્ચનાએ ૧૯૯૩ માં ઝી ટીવી શો વાહ કયા સીન હૈ સાથે ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમનો શો તે વર્ષે સુપરહિટ શો સાબિત થયો હતો, ત્યારબાદ તેણે જાને ભી દો પારો, શ્રીમાન-શ્રીમતી શો પણ કર્યો.

ધ કપિલ શર્મા શોમાં જોવા મળતી અભિનેત્રી અર્ચના પૂરણ સિંહ આ શોમાં તેના હાસ્ય માટે ખૂબ પ્રખ્યાત છે. આ શોમાં અર્ચના ઉપર દ્યણા જોકસ બોલવામાં આવે છે, ત્યારે પણ તે ખૂબ જોરથી હસતી અને હસાવતી જોવા મળે છે. આ શોમાં નવજોત સિંહ સિધ્ધુ જજની ખુરશી પર બેસતા હતા, પરંતુ હવે તેમની જગ્યાએ ફિલ્મ અને ટીવી જગતની પ્રખ્યાત અર્ચના પૂરણ સિંહ જોવા મળે છે.

શું તમે જાણો છો કે કપિલના શોમાં જજની ખુરશી પર બેસવા માટે અર્ચના પૂરણ સિંહ કેટલા પૈસા લે છે? જો તમને આ ખબર પડશે તો તમને પણ આશ્ચર્ય થશે. હા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને એક એપિસોડમાં હાં...હાં...હાં... કરીને હસવા માટે ૧૦ લાખ રૂપિયા મળે છે. જી હા અર્ચના આટલી મોટી રકમ લે છે. એટલું જ નહીં શોમાં કામ કરનાર દરેક એકટર ઘણી ફી લે છે.

(10:21 am IST)