Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

સાયંતનીની આર્થિક સ્થિતિ બગડી

કોરોના વાયરસ સામે લોકો સુરક્ષિત રહી શકે તે માટે લોકડાઉનનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. ધંધા-રોજગાર ઠપ્પ થતાં અસંખ્ય લોકો આર્થિક મુશિબતનો સામનો કરી રહ્યા છે. ટીવી ઇન્ડસ્ટ્રીના અમુક કલાકારો પણ તેમાંથી બાકાત રહ્યા નથી. ટીવી શો નાગિન-૪માં નાગિનનો રોલ નિભાવી જાણીતી બનેલી અભિનેત્રી સાંયતની ઘોષ લોકડાઉનને આર્થિક સંકડામણમાં મુકાઇ ગઇ છે. તેણે કહ્યું હતું કે હાલના સંજોગોમાં ઘર ચલાવવું પણ મુશ્કેલ થઇ રહ્યું છે.

સાયંતનીએ કહ્યું હતું કે લોકડાઉનને કારણે કામ બંધ છે. આ કારણે આર્થિક મુશ્કેલીઓ ઉભી થઇ છે. ઇન્ડસ્ટ્રીમાં અનેક વર્કર પણ આવી મુશિબતનો સામનો કરી રહ્યા છે. દરેક લોકો ફરીથી કામ શરૂ થાય તેની રાહ જોઇને બેઠા છે. બધા ઇચ્છે છે કે ફરીથી શુટીંગ શરૂ થઇ જાયે. શુટીંગ એવું કામ છે જેમાં લોકોની સંખ્યા ઓછી રાખવાનો પ્રયાસ થાય તો પણ વધી જાય છે. સોૈથી મોટો પકડાર સોશિયલ ડિસ્ટન્સીંગનો સામે આવશે. હાલના દિવસોમાં બધાને પૈસાની જરૂર છે. પરંતુ જે તે કંપની ઓફિસ બંધ હોવાથી પેમેન્ટ કરી શકે તેમ પણ નથી.

(10:22 am IST)