Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

અર્જૂન કપૂરને ડિટેકટીવનો રોલ નિભાવવાની ઇચ્છા

અર્જૂન કપૂરે કારકિર્દીમાં અનેક પાત્રો ભજવ્યા છે. ટપોરીથી માંડીને લવરબોય તથા બીજા ગંભીર રોલ અને કોમેડી પાત્રો પણ તેણે નિભાવ્યા છે. હવે તેની ઇચ્છા ડિટેકટીવ બનવાની છે. કોરોના વાયરસને કારણે નવા ટીવી શો પણ બની શકયા ન હોઇ જુના શો દર્શાવવામાં આવી રહ્યા છે. આવો જ એક શો ડિટેકટીવ વ્યોમકેશ બક્ષી  પણ હાલમાં પ્રદર્શિત થઇ રહ્યો છે. અર્જૂન કપૂર આ શો નિયમિત નિહાળી રહ્યો છે. તેણે કહ્યું હતું કે હું બાળક હતો ત્યારે મેં ડિટેકટીવ વ્યોમકેશ બક્ષી શો જોયો હતો. ત્યારે મને ખુબ મજા આવતી હતી. મને યાદ છે કે મારા માટે વ્યોમકેશ એક પરફેકટ હીરો હતો. મેં તે વખતે સ્ક્રીન પર જોયેલુ એ ખુબ જ અદ્દભુત પાત્ર હતું. હાલ આ શોને જોઇને હું મારા જુના દિવસોમાં પાછો ફર્યો છું. મને પણ હવે આવો રોલ નિભાવવાની ઇચ્છા થઇ છે. આ શોથી તમને એ ખબર પડે છે કે અદ્દભુત રાઇટીંગ અને એકટીંગ કેટલા જરૂરી છે. અન્ડર કવર એજન્ટ બનવાનું મારુ સપનુ તો પુરૂ થયું છે. હવે ડિટેકટીવ બનવાની ઇચ્છા છે.

(10:21 am IST)