Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ગંભીર રોલ બહુ કર્યા, હવે કોમેડીની નીલને ઇચ્છા

અભિનેતા નિલ ભુપલમે અનેક વેબ સિરીઝમાં કામ કરીને પ્રશંસાઓ મેળવી છે. અનિલ કપૂરના શો ૨૪માં તેણે પ્રાઇમ મિનિસ્ટરનો રોલ નિભાવ્યો હતો. છેલ્લે તે વૂટ સિલેકટની સિરીઝ ધ રાયકર કેસમાં પોલીસ ઇન્સ્પેકટરના રોલમાં દેખાયો હતો. નિલની ઇચ્છા હવે કોમેડી પાત્ર ભજવવાની છે. તે કહે છે કે મેં અત્યાર સુધી ગંભીર પ્રકારના રોલ વધુ નિભાવ્યા છે. માત્ર શબ્દોથી નહિ પરંતુ ચાર્લી ચેપ્લિન અને મિસ્ટર બીન જેવી બોડી લેંગ્વેજ કોમેડી કરવાની પણ તેની ઇચ્છા છે. ટિન્કલ મેગેઝીનમાં આવતું સુપન્ડી નામનું એક પાત્ર પણ નીલને ખુબ ગમે છે. સુપન્ડીની અનેક કોમિકસ પણ આવી છે. નીલની ઇચ્છા છે કે તે સુપન્ડીના પાત્રને મોટુ કરે અને તેની સિરીઝ બનાવે. તેની એવી ઇચ્છા છે કે તે પોતે આ પાત્ર ભજવે. તે કહે છે આ પ્રકારના પાત્રો લોકો સુધી વધુ ને વધુ પહોંચે તે જરૂરી છે. તે સુપન્ડીની તમામ વાર્તાઓ વાંચી ચુકયો છે અને નાનપણથી તેનો ચાહક રહ્યો છે.

(10:21 am IST)