Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

બૉલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાડીઝ કર્યો ખતરનાક સ્ટંટ : સોશ્યલ મીડિયામાં વાયરલ :43 લાખથી વધુ વખત જોવાયો : જુઓ વિડિઓ

આ ખતરનાક સ્ટન્ટ વીડિયો જેકલિને સોશિયલ મીડિયા વોલ પર શેયર કર્યો

 

નવી દિલ્હી : બોલિવૂડ અભિનેત્રી  જેકલિન ફર્નાન્ડિસ તેના ડાન્સ અને ડ્રેસને કારણે ચર્ચામાં રહે છે પરંતુ હાલમાં તેની સ્ટન્ટને પગલે ચર્ચામાં છે. જેકલિનનું રૂપ ચોંકાવનારું છે. જેકલિનના ખતરનાક સ્ટન્ટને હજી સુધી લાખો લોકો જોઈ રહ્યા છે. વીડિયો જેકલિને સોશિયલ મીડિયા વોલ પર શેયર કર્યો છે. વીડિયોમાં તે કમર પર દોરડું બાંધીને પહાડ પરથી ઉતરી રહી છે

વીડિયોમાં સ્ટન્ટ કરતા પહેલાં જેકલિન એક્સપર્ટ પાસેથી ટિપ્સ લે છે અને ઉત્સાહથી હાથ પકડીને પહાડ ઉતરવાનું શરૂ કરી દે છે. જેકલિન બહુ કોન્ફિડન્સથી સ્ટન્ટ કરી બતાવે છે. વીડિયો 43 લાખ કરતા વધારે વાર જોવા મળ્યો છે

આ સિવાય જેકલિને થોડા દિવસ પહેલાં એક ફાઇટ વીડિયો શેયર કર્યો હતો જેમાં તે શાનદાર એક્શનથી ફાઇટ કરી રહી છે. આ વીડિયો જોઈને    લાગે છે તે કોઈ મોટા ધમાકાની તૈયારી કરી રહી છે. 

(12:35 am IST)