Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

બ્રહ્માસ્ત્ર માટે ખાસ તૈયારી કરી છે રણબીર કપૂરે

રણબીર કપૂર હાલમાં બ્રહ્માસ્ત્ર ફિલ્મને કારણે ચર્ચામાં છે. રણબીર આ ફિલ્મની હાલમાં જર્મનીમાં તૈયારી કરી રહ્યો છે. તે સંસ્કૃતિ અને આંદોલન વિશેષજ્ઞ સમુહ ઇદો પોર્ટલ પાસેથી તાલિમ લઇ રહ્યો છે. આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટ છે. સાથે અમિતાભ બચ્ચન, અક્કિનેની નાગાર્જુન, ડિમ્પલ કાપડીયા અને મોૈની રોય પણ છે. આલિયા ભટ્ટ પણ પ્રશિક્ષણ પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરતી જોવા મળી હતી. બર્લિનમાં વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. નિર્દેશક અયાન મુખર્જીના કહેવા મુજબ આ ફિલ્મ ૨૦૨૦ની ગરમીઓમાં રિલીઝ થશે. એ પહેલા ડિસેમ્બરમાં રિલીઝ કરવાનું નક્કી થયું હતું. પણ તેમ થઇ શકયું નથી. ફિલ્મ બે પાર્ટમાં આવશે. ફિલ્મમાં રણબીર ડીજે બન્યો છે અને તે હથેળીમાં સુપરપાવર ધરાવતા યુવાનના રોલમાં છે.

 

(10:00 am IST)