Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

કૂલી નં. ૧ની રિમેકમાં પરેશ રાવલની એન્ટ્રી

નિર્દેશક ડેવિડ ધવન પોતાની જ સુપરહિટ ફિલ્મ કુલી નંબર-૧ની રિમેક બનાવી રહ્યા છે. આ ફિલમમાં વરૂણ ધવન અને સારા અલી ખાનને મુખ્ય રોલમાં લેવામાં આવ્યા છે. ગોવિંદા અને કરિશ્મા કપૂરની જોડીવાળી કુલી નંબર-૧ જે તે વખતે સુપરડુપર હિટ રહી હતી. રિમેકમાં કાદરખાનવાળી ભૂમિકા માટે પરેશ રાવલની પસંદગી કરી લેવામાં આવી છે. કાદર ખાને ફિલ્મમાં કરિશ્મા કપૂરના પિતાજીની ભૂમિકા નિભાવી હતી.

 પરેશ રાવલએ અત્યાર સુધીમાં અનેક ફિલ્મોમાં અલગ-અલગ પ્રકારના રોલ નિભાવ્યા છે અને દરેક રોલમાં તેણે દર્શકોના દિલ જીત્યા છે. છેલ્લે પરેશ રાવલ વિક્કી કોૈશલ સાથે ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં જોવા મળ્યા હતાં. ફિલ્મનું શુટીંગ શરૂ થયું નથી, પણ વરૂણ અને સારાએ ફિલ્મનો ફર્સ્ટ લૂક ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી દીધો છે. ૧ મે ૨૦૨૦ના રોજ ફિલ્મ રિલીઝ થશે.

 

(10:00 am IST)