Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

વધુ વ્યસ્ત બન્યો શરદ કેલકર

અભિનેતા શરદ કેલકર બોલીવૂડમાં સતત વ્યસ્ત અભિનેતા બની ગયો છે. ટીવી પરદે ઉપરાંત ફિલ્મોમાં પણ કાર્યરત શરદને ચાહકો તાન્હાજી, લક્ષ્મી સહિતની ફિલ્મોના તેના રોલથી વધુ ઓળખતા થયા છે. હવે તે 'દેવા જુ' નામની એક ફિલ્મ કરી રહ્યો છે. તેમાં તે એકમાત્ર અભિનેતા હશે. આ એવી ફિલ્મ છે જેમાં શરદ સિવાય બીજા કોઇ જ કલાકાર જોવા નહિ મળે! બીજા કલાકારોના માત્ર અવાજ સાંભળવા મળશે.  શરદે પોતાના ઇંસ્ટાગ્રામ હેન્ડલ પર આ ફિલ્મ વિશેની માહિતી મુકી હતી. જેનું નિર્દેશન અભિજીત વારંગ કરશે. ફિલ્મ આ વર્ષના અંતમાં જ રિલીઝ થશે. શરદે સાત ફેરે, આક્રોશ, સીઆઇડી સ્પેશિયલ બ્યુરો થકી ટીવી પરદે ખુબ લોકપ્રિયતા મેળવી હતી. ફિલ્મ રામલીલામાં પણ જોરદાર અભિનય કર્યો હતો. સલમાન ખાન નિર્મીત ફિલ્મ હીરોમાં તેણે વિલનગીરી કરી હતી. અજય દેવગણની ભૂજ-ધ પ્રાઇડમાં પણ તે છે. વેબ સિરીઝ ધ ફેમિલીમેન-૨માં પણ તેનો ખુબ મહત્વનો રોલ છે.

(10:18 am IST)