Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

અભિનય તમને ધીરજ રાખતા પણ શીખવે છેઃ નિકીતા

અભિનેત્રી નિકીતા દત્તા જેની ખુબ આતુરતાથી રાહ જોઇ રહી હતી તે અભિષેક બચ્ચન સાથેની તેની ફિલ્મ ધ બીગ બૂલ રિલીઝ થઇ ચુકી છે. નિકીતાની ફિલ્મ રિલીઝ થઇ એ દિવસે જ તે કોરોનાથી સંક્રમિત થઇ હતી. ટીવી પરદે છ વર્ષ પહેલા લાઇફ ઓકે ચેનલના શો ડ્રીમ ગર્લ-એક લડકી દિવાની સી દ્વારા એન્ટ્રી કરી એ પહેલા નિકીતાએ ફિલ્મ લેકર હમ દિવાના દિલ કરી હતી. ડ્રીમ ગર્લ પછી તેણે  એક દૂજે કે વાસ્તે, હાસિલ અને આફત સહિતના શો કર્યા હતાં. ગોલ્ડ, કબીર સિંઘ અને મસ્કા જેવી ફિલ્મોમાં પણ તેના અભિનયની નોંધ લેવાઇ હતી. રોકેટ ગેંગ નામની ફિલ્મ પણ તે કરી રહી છે. આ ફિલ્મના શુટીંગ વખતે જ નિકીતા કોરોનાની જાળમાં આવી ગઇ હતી. તે કહે છે અભિનય તમને ધીરજ રાખતા પણ શીખવે છે. બોલીવૂડની અનેક હસ્તીઓ કોરોનાની ચપેટમાં આવી ગઇ તેમાં નિકીતા પણ સામેલ થઇ હતી. તેની માતા પણ કોરોનાની ચપેટમાં આવી ગઇ હતી. હવે તે સાજી થયા પછી ફરીથી ફિલ્મના શુટીંગમાં સામેલ થશે.

(10:19 am IST)
  • કેન્‍દ્રના કેબીનેટ મંત્રી સંતોષ ગંગવાર તથા ભાજપના અગ્રીમ હરોળના નેતા અનિલ બલૂની કોરોના પોઝીટીવમાં સપડાયા છે access_time 1:11 pm IST

  • અમદાવાદની સરકારી ઓફીસોમાં ૧૫ નાયબ મામલતદારોને કોરોના પોઝીટીવ આવેલ છે : ૫ કલાર્ક અને ૩ તલાટી મંત્રીઓને પણ કોરોના પોઝીટીવ આવતા મોટો ફફડાટ વ્યાપી ગયો છે : ગ્રામ્ય વિસ્તારની સરકારી ઓફીસોમાં કોરોના સંક્રમણ ફેલાતા કર્મચારીઓમાં ભયનું વાતાવરણ જાવા મળે છે access_time 5:16 pm IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયાનક ઉછાળો : પહેલીવાર મૃત્યુઆંક 1 હજારથી વધુ : એક્ટિવ કેસમાં ધરખમ વધારો : રોજ નવા રેકોર્ડ સર્જતાં કેસથી ભારે ફફડાટ : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,85,104 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,38,71,321 થઇ :એક્ટિવ કેસ 13,60,867 થયા : વધુ 82,231 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,23,32,688 સાજા થયા :વધુ 1026 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,72,115 થયો : દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 60,212 નવા કેસ નોંધાયા છે જયારે ઉત્તર પ્રદેશમાં 17,963 કેસ, છત્તીસગઢમાં 15,121 કેસ, દિલ્હીમાં 13,468 કેસ અને કર્ણાટકમાં 8778 કેસ નોંધાયા access_time 12:45 am IST