Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

સોશિયોપોલિટિકલ ડ્રામામાં ફરી એકવાર તાપસી અને અનુભવ સિંહાની જોડી

મુંબઇ:  અનુભવ સિંહાની ૨૦૧૮ની ફિલ્મમાં વકીલની ભૂમિકા ભજવ્યા બાદ હવે ફરી તાપસી તેની સાથે કામ કરવાની છે. આ એક સોશિયોપોલિટિકલ ડ્રામા હશે, જે વાસ્તવિક ઘટના પરથી લેવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ આ વરસે જ શરૂ થાય તેવી શક્યતા છે. ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, '' તાપસી અનુભવ સિંહા સાથે ફરી કામ કરવા ઉત્સાહિત છે. આ ફિલ્મનું નામ 'થપ્પડ' હશે. તાપસી અને અનુભવ 'મુલ્ક' કરતા હતા ત્યારે જ દિગ્દર્શકે તાપસી સાથે ફરી કામ કરવાનો નિર્ણય લીધો હતો. આ એક મહિલા પ્રધાન ફિલ્મ હશે. તાપસી આ ફિલ્મમાં મધ્યમ વર્ગીય યુવતીના પાત્રમાં જોવા મળશે.''આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટના અંતમાં શરૂ થાય તેવી વકી છે. હાલ તાપસી અનુરાગ કશ્યપની ફિલ્મમાં કામ કરી રહી છે. જ્યારે અનુભવ સિંહા આયુષ્યમાન ખુરાના સાથે ફિલ્મમાં વ્યસ્ત છે. અનુભવ આ ફિલ્મનું નિર્માણ કરવાનો છે. તેમજ ૨૦૨૦ના ઇન્ટરનેશનલ વુમન્સ ડેના અઠવાડિયામાં રીલિઝ કરવાની યોજના છે. 

(5:30 pm IST)