Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

શ્રીરામ રાઘવન સાથે આગામી ફિલ્મમાં કામ કરશે વરુણ ધવન

મુંબઇ:  શ્રીરામ રાઘવને પોતાની આગામી ફિલ્મ માટે વરુણ ધવનનો સંપર્ક કર્યો છે. આ ફિલ્મમાં તે સૈન્યના સૌથીનાના યુવાનની ભૂમિકામાં જોવા મળશે. વરુણ ધવનને અરુણ ખેતરપાલની ભૂમિકા ઓફર કરવામાં આવી છે. અરુણ ખેતરપાલ, પરમવીર ચક્રથી સમ્માનિત થયેલ સેનાનો સૌથી વધુ નાની વયનો જવાન હતો. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અરુણ શહીદ થઇ ગયો હતો. આ ફિલ્મને મૈડોક ફિલ્મસના દિનેશ વિઝાન નિર્માણ કરી રહ્યો છે. તેથી જ હાલ અરુણ દિનેશ વિઝાનની આફિસ પાસે દેખાયો હતો. ત્યારે એવી અફવા ચગી હતી કે, વરુણ ફિલ્મ 'સ્ત્રી ટુ'માં રાજકુમાર રાવને રિપ્લેસ કરવાનો છે. પરંતુ સાચી વાત તો શ્રીરામ રાઘવના આ પ્રોત્ક્ટ સાથેની હતી. વરુણ ધવન મોટા ભાગે રોમાન્સ, ડાન્સ અનેકોમેડી કરતો જોવા મળ્યો છે. પરંતુ હવે તે સીરિયસ ફિલ્મો,પિરીયડ ડ્રામામાં પણ હાથઅજમાવી રહ્યો છે. તેમજ આવનારી ફિલ્મમાં તે બોર્ડર પરના સૈન્યના જવાન તરીકે જોવા મળશે.

(5:29 pm IST)
  • વ્હોટ્સએપે સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું: વ્હોટ્સએપની ઓનલાઈન ચુકવણી સેવાઓ સુરક્ષિત હોવાનો દાવો કર્યો :તેની ડિજિટલ ચુકવણી એપને મંજૂરી આપવા માંગ access_time 2:09 pm IST

  • પાકિસ્તાનને નરેન્દ્રભાઈ મોદીથી ઉત્તમ વડાપ્રધાન નહિ મળી શકે ;દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેને સમજમાં નથી આવતું કે ઇમરાનખાન અને નરેન્દ્રભાઈ મોદી વચ્ચે શું પાકી રહયું છે :પાકિસ્તાની પીએમ ઇમરાનખાને નવી સરકાર બનતા પીએમ મોદી સાથે શાંતિ મંત્રણા કરવા ઈંચ્છા બતાવ્યા બાદ મોદી વિરોધપક્ષના નિશાન પર છે અને સંદેહ વ્યક્ત કરીને વિપક્ષી નેતાઓ પ્રહાર કરે છે access_time 12:56 am IST

  • પશ્ચિમ બંગાળના 297 બુથો પર ફેરમતદાનની ભાજપની માંગણી :ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગની મુલાકાત લીધી ;કૂચબિહાર લોકસભા બેઠકના 297 બુથોમાં ફરીથી મતદાન કરાવવા માંગ :આ સીટ માટે મતદાન પ્રથમ તબક્કાની ચૂંટણીમાં થયું હતું access_time 11:09 am IST