Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

જાવેદ જાફરીનો દિકરો મિઝાન પણ બોલીવૂડમાં: એક સાથે ત્રણ ફિલ્મો

બોલીવૂડમાં સ્ટાર કિડ્સની સતત એન્ટ્રી વચ્ચે વધુ એક નામ સામે આવ્યું છે. જાવેદ જાફરીનો પુત્ર મિઝાન પણ ફિલ્મમાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. સંજય લીલા ભણશાલીની ફિલ્મ થકી તે આ કામ કરશે. ભણશાલી આ ફિલ્મથી પોતાની ભત્રીજી શર્મિન સેગલને લોન્ચ કરશે. મિઝાનનું નામ અગાઉ અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી સાથે જોડાયું હતું. સંજય લીલાની ફિલ્મમાં મિઝાન સાથે મંગેશ હડાવલે પણ હશે. સંજય આ વર્ષે અનેક નવા કલાકારોને લોન્ચ કરશે. મિઝાને કહ્યું હતું કે અભિનેતા બનવાનું મારું બાળપણનું સ્વપ્ન નહોતું, પણ સંજયસરે મને આ સપનુ દેખાડ્યું છે અને પુરૂ પણ તે કરી રહ્યા છે. મિઝાનને પહેલી વાર જોવામાં આવ્યો ત્યાં જ તેને લઇને ફિલ્મ બનાવવાનો વિચાર આવી ગયો હતો. મિઝાનને સંજય લીલા ભણશાલી પ્રોડકશને સીધો જ ત્રણ ફિલ્મો માટે સાઇન કર્યો છે.

(10:09 am IST)