Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

આયુષ્યમાનની એક પછી એક ત્રણ ફિલ્મો

અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ પોતાના અભિનય અને ગાયકીથી બોલીવૂડમાં નામના બનાવી છે. હવે તે પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળવાનો છે. મુલ્ક નામની ફિલ્મ બનાવનારા નિર્દેશક અનુભવ સિન્હાની ફિલ્મ 'આર્ટિકલ-૧૫'માં આયુષ્યમાન ખુરાનાને આઇપીએસ ઓફિસરનો રોલ મળ્યો છે. આયુષ્યમાનના આ ફિલ્મના લૂકને તરણ આદર્શએ સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યો હતો. તસ્વીરમાં આયુષ્યમાન અધિકારીની વર્દીમાં જબરદસ્ત દેખાઇ રહ્યો છે. ચહેરા પર તે ઇમાનદાર ઓફિસર હોવાના હાવભાવ નજરે પડે છે. વર્દી પર ઉત્તરપ્રદેશ પોલીસનો લોગો હોવાથી આ ફિલ્મની કહાની યુપીની હશે તે સ્પષ્ટ છે. ફિલ્મનું શુટીંગ લખનોૈમાં પહેલી માર્ચથી શરૂ  થયું છે. ઇશા તલવાર, મનોજ પહવા, સયાની ગુપ્તા, કુમુદ મિશ્રા, મોહમ્મદ જિશાન અયુબ પણ મહત્વના રોલમાં છે. આયુષ્યમાનની અન્ય બે ફિલ્મો ડ્રીમગર્લ અને બાલા પણ કતારમાં છે.

 

(10:09 am IST)