Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ખાન બ્રધર્સ થયા એકતા કપૂરથી નારાજ

મુંબઈ: એક્તા કપુરના પ્રોડક્શન હાઉસની ફિલ્મ મેંટલ હૈ ક્યા અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાનુ વિષય બની છે. ફિલ્મના પોસ્ટરમાં કંગના રણોત અને રાજકુમાર રાવનો લૂક લોકોને ખૂબ પસંદ પડયો છે. પરંતુ સુત્રોનું કહેવુ છે કે એક્તાએ સલમાન ખાનને નિરાશ કરી દીધો છે. ખાન બ્રદર્સ એટલે કે સોહેલ અને સલમાન ખાન એક્તાની પોતાની આગામી ફિલ્મ માટે મેંટલ ટાઈટલનો ઉપયોગ કરવાને લઈ નારાજ છે. 

 

સુત્રોના જણાવ્યા મુજબ, સોહેલ ૨૦૧૪ની ફિલ્મ જય હોનુ ટાઈટલ મેંટલ રાખવા માંગતો હતો. તેમજ કબીર ખાને પણ ફિલ્મ ટયુબલાઈટનુ નામ મેંટલ રાખવા અંગે વિચાર કર્યો હતો. મેંટલનુ નામ લાંબા સમયથી સોહેલ-સલમાનના મગજમાં હતુ અને તે પોતાની કોઈ ફિલ્મ માટે તેનો ઉપયોગ કરવા માંગતા હતા. પરંતુ હવે એક્તા કપુરે નામ રાખી લીધુ છે. એટલે ખાન બ્રધર્સ એક્તા કપુરના નિર્ણયથી નારાજ જોવા મળી રહ્યા છે. 
એક્તા કપુરે અંગે સલમાન કે સોહેલ સાથે વાતચીત પણ કરી નહતી અને પોતાની ફિલ્મના ટાઈટલની જાહેરાત કરી દીધી. ત્યારે હવે સલમાન અને સોહેલ ખાન એક્તા કપુરના વલણથી નારાજ જોવા મળી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં એક્તાની ફિલ્મનુ ટાઈઠલ બદલવામાં આવે તેવી પણ શક્યતા છે.

 

(3:51 pm IST)