Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

500 કરોડના બજેરવાળી રામાયણની ફિલ્મની તૈયારીઓ શરૂ

મુંબઈ: મધુ મન્ટેના ઉત્તર પ્રદેશની સરકાર સાથે મળીને રૂ. ૫૦૦ કરોડના પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. રામાયણપર આધારિત આ ફિલ્મના સ્ટારકાસ્ટ અંગે જાણવા સહુ કોઇ આતુર છે. જોકે મન્ટેના દરેક ઇન્ડસ્ટ્રીના લોકોને લેવા ઇચ્છે છે. ફેસબુક પર આ ફિલ્મના પેન્સિલ સ્કેચ વાયરલ થઇ રહ્યા છે. જેના પરથી ક્યા કલાકાર હશે તેનો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે. રામના પાત્રમાં હૃતિક રોશન, સીતા રાધિકા આપ્ટે, રાવણ રજનીકાન્ત,હનુમાન સલમાન ખાન, લક્ષ્મણ રણબીર કપૂર, મેઘનાદ રણવીર સિંહ, સુગ્રીવ અને બાલી પ્રભાસ અને રાણા દગ્ગુબાતી,કુંભકર્ણ સંજય  દત્ત, દશરથ અમિતાભ બચ્ચનકૈકૈયી અને મંથરા રેખા અને ઇલા અરુણ, ભરત અને શત્રુઘ્ન ફરહાન અખતર અને આદિત્ય રોય કપૂર,વિભીષણ અનિલ કપૂર અને શૂપર્ણખા તરીકે કંગના હશે. આ ફિલ્મને ત્રણ ભાગમાં બનાવામાં આવશે. જેનું દિગ્દર્શન ટોચના દિગ્દર્શક કરશે જેનું નામ જલદી જ ઘોષિત કરવામાં આવશે. આ ફિલ્મમાં દરેક ઇન્ડસ્ટ્ના કલાકારોને લેવામાં આવશે. કહેવાય છે કે આ ફિલ્મ બનાવાની પ્રેરણા તેમને અમર ચિત્રકથા પરથી મળી છે. આધુનિક પેઢીને જુની કથાને નવી રીતે દર્શાવવાની અને કહેવાની રામાયણ એક કોશિશ હશે.   કહેવાય છે કે આ ફિલ્મ બનાવાની પ્રેરણા અને હિંમત બાહુબલી ૨ની સફળતા પછી મળી છે. ઉલ્લેખનીય છે કે રામ અને સીતા તરીકે હજી પણ લોકોના માનસપટમાં અરુણ ગવળી અને દીપિકાની છબી છે. એવામાં આ મુખ્ય પાત્ર કોણ ભજવશે તે ખરેખર પડકારજનક હશે.

 

 

(3:51 pm IST)