Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

રોમિયો અકબર વોલ્ટરમાં સુશાંતસિંહ રાજપૂતના બદલે જોન

સુશાંતસિંહ રાજપૂત ફિલ્મ 'રોમિયો અકબર વોલ્ટર' નામની ફિલ્મ કરવાનો છે તેવી ચર્ચા ગયા વર્ષે થઇ હતી. પણ હવે એક પોસ્ટર રિલીઝ થયું છે જેના પરથી એ સ્પષ્ટ થયું છે કે આ ફિલ્મ હવે સુશાંતને બદલે જોન અબ્રાહમ કરી રહ્યો છે. જોને સોશિયલ મિડીયા પર પોસ્ટર રિલીઝ કર્યુ હતું. આ ફિલ્મ રોબી ગ્રેવાલ નિર્દેશીત કરી રહ્યા છે.  અજય કપૂર, ધીરજ વાધવાન, વૈનેસા વાલિયા, ગેરી ગ્રેવાલ આ ફિલ્મના પ્રોડ્યુસર છે. ફિલ્મનું શુટીંગ નેપાળ, ગુજરાત, શ્રીનગર, દિલ્હીમાં થશે અને સાંઇઠ જ દિવસના શેડ્યુલમાં આ ફિલ્મ પુરી કરી લેવામાં આવશે. ફિલ્મનું શુટીંગ ૧ જુનથી શરૂ થશે. સુશાંતસિંહ હાલમાં 'ચંદામામા દૂર કે' ફિલ્મના શુટીંગમાં વ્યસ્ત હોવાથી તની જગ્યાએ જોનને આ ફિલ્મ આપી દેવામાં આવી હતી. નિર્માતાએ તેનો સંપર્ક કરતાં તેણે હા કહી હતી. જોનની ફિલ્મ 'પરમાણુ-ધ સ્ટોરી ઓફ પોખરણ' પણ આવી રહી છે.

(10:11 am IST)
  • કેજરીવાલને લાગ્યો વધુ એક મોટો ઝટકો : તેમના મુખ્ય સલાહકાર વી.કે. જૈનએ આપ્યું રાજીનામું : પારિવારિક અને અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું : તાજેતરમાં દિલ્હી CM ઓફિસમાં AAPના વિધાયકોએ મુખ્ય સચિવ સાથેની મારપીટ બાબતે વી.કે. જૈનની પોલીસે પૂછપરજ કરી હતી અને આ પછીજ તેમણે રાજીનામું ફગાવ્યું હોય, દિલ્હી સચિવાલયમાં ચર્ચાઓનું બજાર ગરમી પકડી રહ્યું છે. access_time 2:53 pm IST

  • નેપાળના પ્રેસિડેન્ટ તરીકે વિદ્યાદેવી ભંડારી ફરી વખત ચૂંટાઈ આવ્યા:2015ની સાલમાં નેપાળના સૌપ્રથમ મહિલા પ્રેસિડન્ટ બન્યા બાદ બીજી ટર્મમાં પણ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા. access_time 6:24 pm IST

  • PNBના 12000 કરોડ રૂપિયાથી વધુના ગોટાળા કેસના મુખ્ય આરોપી નીરવ મોદી હોંગકોંગમાંથી પોતાનો વ્યવસાય સમેટવાની ફિરાકમાં છે. તપાસ એજન્સીઓ હોંગકોંગ પહોંચે તે પહેલા નીરવ મોદી હોંગકોંગમાં પોતાનો વ્યવસાય બંધ કરવામાં લાગ્યા છે. નીરવ મોદીની ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લમિટેડની હોંગકોંગમાં પણ મોટો બિઝનેસ ધરાવે છે access_time 10:03 am IST