Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

સિમર કરશે બોલીવૂડમાં એન્ટ્રીઃ પલટન આવશે ૭મી ડિસેમ્બરે

જે. પી. દત્તા મલ્ટીસ્ટારર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. હાલમાં તે પલટન નામની ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. જેના પર '૧૯૬૭...એક સચ્ચી કહાની જો કભી બતાઇ નહિ ગઇ' તેવું લખેલુ છે. ટ્વિટર પર એમ પણ લખ્યું છે કે કહાનીના માસ્ટર એવા જે. પી. દત્તા ફરી પાછા પલટન લઇને આવી ચુકયા છે. ફિલ્મમાં જૈકી શ્રોફ, સુનિલ શેટ્ટી, અર્જૂન રામપાલ, સોનુ સૂદ, ગુરમિત ચોૈધરી, સિધ્ધાંત કપૂર, હર્ષવર્ધન રાણે, લવ સિન્હા સહિતના કલાકારોને કાફલો જોવા મળશે. આ ફિલ્મ ૭મી ડિસેમ્બરે રિલીઝ થશે. પહેલા અભિષેક બચ્ચન પણ આ ફિલ્મનો ભાગ હતો. પણ પછી તેણે ફિલ્મ છોડી દીધી હતી. ટીવી શો સસુરાલ સિમર કામાં મુખ્ય રોલ નિભાવનારી દિપીકા કક્કડ આ  ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરશે.

(10:10 am IST)