Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

સાજીદ નડિયાદવાલાની ફિલ્‍મ ‘રામસેતુ'માં અક્ષય કુમાર સાથે જૈકલીન ફર્નાન્‍ડીઝ જોવા મળશેઃ બંને સાતમી વખત ફિલ્‍મમાં સાથે જોવા મળશે

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર લોકડાઉન ખતમ થતાં જ પોતાની અપકમિંગ ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યા છે. અક્ષય કુમારે સૌથી પહેલાં અપકમિંગ ફિલ્મ બેલ બોટમનું શૂટિંગ પુરૂ કર્યું. હવે અક્કી હાલ 'બચ્ચન પાંડે'ની શૂટિંગમાં વ્યસ્ત છે, જેના નિર્માતા સાજિદ નડિયાદવાલા છે. 'બચ્ચન પાંડે' બાદ અક્કી ભગવાન રામ દ્રારા બનાવવમાં આવેલા 'રામસેતુ' પર અધારિત ફિલ્મ કરશે. તમને જણાવી દઇએ કે આ ફિલ્મની જાહેરાત થોડા દિવસો પહેલાં જ થઇ છે. તેનું પોસ્ટર શેર કરતાં અક્ષય કુમારે ફેન્સને જણાવ્યું હતું કે તે 'રામસેતુ'ને આગામી વર્ષે દિવાળીના અવસર પર રિલીઝ કરશે.

'રામસેતુ' માટે જૈકલીન ફાઇનલ

તમને જણાવી દઇએ કે 'રામસેતુ'ની જાહેરાત સમયે અક્ષય કુમારએ આ જાણકારી આપી હતી તેમાં કઇ હસીના તેમની સાથે જોવા મળશે. જો તાજા રિપોર્ટ્સનું માનીએ તો અક્ષય કુમાર સ્ટારર 'રામસેતુ'માં જૈકલીન ફર્નાડીઝ જોવા મળશે. જૈકલીન ફર્નાડીસ અને અક્ષય કુમાર એકસાથે 6 ફિલ્મો કરી છે અને 'રામસેતુ' તેમની 7મી ફિલ્મ હશે. 'રામસેતુ'ના નિર્માતાઓએ જૈકલીન ફર્નાડીઝના નામની સત્તાવાર જાહેરાત થઇ નથી, પરંતુ સૂત્રો દ્રારા મળેલી માહિતી અનુસાર જૈકલીન ફર્નાડીઝને 'રામસેતુ' માટે ફાઇનલ કરી લેવામાં આવી છે.

અયોધ્યામાં થશે ફિલ્મનું શૂટિંગ

બોલીવુડ કલાકાર અક્ષય કુમાર ખૂબ જલદી જ અયોધ્યા જશે અને 'રામસેતુ'નું શુટિંગ શરૂ કરશે.  'રામસેતુ'ની જાહેરાત બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ પોતે અક્ષય કુમારને અયોધ્યામાં 'રામસેતૂ'નું શૂટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. 

જૈકલીન 'બચ્ચન પાંડે' ની શૂટિંગમાં વ્યસ્ત

જાણકારી અનુસાર કલાકાર જૈકલીન ફર્નાડીઝ હાલ જેસલમેરમાં 'બચ્ચન પાંડે'ની શૂટિંગ કરી રહી છે. ફિલ્મ 'બચ્ચન પાંડે'માં અક્ષય કુમાર, અરશદ વારસી અને કૃતિ સેનન જેવા કલાકારો છે. કૃતિ સેનન નિર્માતા સાજિદ નડિયાદવાલાની મનપસંદ હીરોઇન્સમાંથી એક છે.

(4:37 pm IST)