Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

એક સાથે ત્રણ રોલમાં નજરે આવ્યા સુપરસ્ટાર અક્ષયકુમાર

     હાલમાં જ સુપરસ્ટાર અક્ષયકુમારએ સોશ્યલ મીડિયા પર એક તસ્વીર રાખી છે જેમાં તે ત્રણ રોલમાં જોવા મળી રહ્યા છે. આવું પહેલીવાર છે જયારે અક્ષયકુમાર ત્રણ રોલ એક સાથે નિભાવી રહેલ છે. અક્ષયના ત્રણ રોલ પુત્ર, પિતા અને દાદાના તૌર પર જોઇ શકાય છે.  જો કે હજુ આમા સંદેહ છે કે આ ત્રણેય  રોલ કોઇ ફિલ્મ માટે છે અથવ ાફરી આ ફકત બ્રાન્ડ માટે છે.

     નમકીનની આ બ્રાંડએ અતીતમા પણ ઘણા સીતારાઓને પોતાની જાહેરાતમા રજુ કર્યા છે. ત્યારે અક્ષયકુમારની હાજર જવાબી અને બ્રાંડની લોકપ્રિયતા મેળ ખાઇ રહી છે. જો કે બ્રાંડ આ વાતનો સંકેત કરી રહી છે કે તે પારિવારિક મનોરંજનનો સૌથી પસંદગીનો સ્નેકસ છે. અથવા ફરી અક્ષય  આ વર્ષે કોઇ મસાલેદાર પાત્રની સાથે પર્દા પર આવી રહ્યો છે આનો હજુ ખુલાસો નથી થયો.

(11:55 pm IST)