Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

અક્ષય કુમારની ફિલ્મ કેસરીનું ટ્રેલર 21મી ફેબ્રુઆરીના લોન્ચ થશે

મુંબઇ:  ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મ કેસરીનું ટ્રેલર ચાલુ માસની ૨૧મીએે રિલિઝ થશે એવી માહિતી મિડિયાને આપવામાં આવી હતી.ફિલ્મ બેટલ ઑફ સારગઢીની કથા રજૂ કરે છે જેમાં ૧૮૯૭ના સપ્ટેંબરમાં આંગળીના વેઢે ગણાય એટલા શીખોએ બ્રિટિશ લશ્કર અને પખ્તુન લડાયક આદિવાસીઓનો સામનો કરીને શહાદત વહોરી હતી.અગાઉ કથા પરતી અજય દેવગણ પણ ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યો હતો. હાલ કરણ જોહર બનાવી રહ્યો છે અને એમાં અક્ષય કુમાર હીરો છે. અત્યાર સુધીમાં બે વખત ફિલ્મના ફર્સ્ટ લૂકને રિલિઝ કરાયો હત. પહેલીવાર માત્ર એક હાથ અને સળગતી ધારવાળી તલવાર રજૂ થઇ હતી. પાર્શ્વભૂમિમાં લડવૈયા રજૂ થયા હતા. તાજેતરમાં વધુ એક લૂક રજૂ થઇ અને હવે ૨૧ ફેબુ્રઆરીએ ફિલ્મનંુ ટ્રેલર રજૂ થશે એવું જાણવા મળ્યું હતું.બીજીવારના લૂક સાથે એક વિડિયો ક્લીપ અને સંદેશો રજૂ થયા હતા. સંદેશામાં જણાવાયા મુજબ હોળી પર મર્દ લોકોના લડાયક જંગનો કલર જોવા મળશે. અત્યાર અગાઉ કદી જોવા મળી હોય એવી મર્દાનગી જોવા મળશે, કેસરીનો સેકંડ લૂક રજૂ કરીએ છીએ.

(6:25 pm IST)