Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

બાયો-ફિલ્મ 'ઠાકરે'ની સિક્વલ બનવાની શક્યતા

મુંબઇ:  શિવસેના પ્રમુખ હિન્દુહૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેની બાયો-ફિલ્મ ઠાકરેને સરસ પ્રતિસાદ મળતાં એના નિર્માતા સાંસદ સંજય રાઉતે ફિલ્મની સિક્વલની તૈયારી શરૂ કરી દીધી હોવાની જાણકારી મળી હતી.ઠાકરે ફિલ્મમાં નવાઝુદ્દીન ઠાકરેએ બાળાસાહેબનો રોલ કર્યો હતો અને એનો અભિનય જબરદસ્ત પ્રશંસા મેળવી ગયો હતો. ફિલ્મ હિન્દી ઉપરાંત મરાઠી ભાષામાં પણ બનાવવામાં આવી હતી.મુંબઇના એક અંગ્રેજી અખબારના કાર્ટુનિસ્ટ તરીકે કારકિર્દી શરૂ કરીને મહારાષ્ટ્ર રાજ્યના પોલિટિક્સમાં ધરખમ ફેરફારો સર્જનારા બાળાસાહેબ ઠાકરેનું વ્યક્તિત્વ ઘણી રીતે અનોખું હતું.જો કે સિક્વલ શરૂ થતાં થોડો સમય લાગશે કારણ કે હાલ નવાઝુદ્દીન તત્કાળ તારીખો ફાળવી શકે એમ નથી. હાલ હની ત્રેહાનની ફિલ્મ   રાત અકેલી કરી રહ્યો છે.સંજયે કહ્યું કે અમે ઠાકરેનો પહેલો પાર્ટ બનાવતા હતા ત્યારેજ બીજા પાર્ટની સ્ક્રીપ્ટ પણ તૈયાર થઇ રહી હતી. પહેલો ભાગ અમે રસપ્રદ તબક્કે પૂરો કર્યો હતો. ૧૯૯૨માં બાબરી મસ્જિદ તરીકે ઓળખાતું વિવાદાસ્પદ બાંધકામ તૂટી પડયું ત્યારબાદ થયેલાં કોમી તોફાનોમાં બાળાસાહેબના પ્રદાન વિશે શરૂ થયેલી તપાસ અને કાનૂની કેસ પાસે પહેલા ભાગનો ધી એન્ડ આવ્યો હતો. 

(6:27 pm IST)