Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

શાહિદ સાથે ફિલ્મ કરશે રાકેશ મહેરા

રંગ દે બસંતી, ભાગ મિલ્ખા ભાગ જેવી હિટ ફિલ્મો આપી ચુકેલા નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મહેરા શાહિદ કપૂરને લઇને નવી ફિલ્મ શરૂ કરશે. રાકેશે કહ્યું હતું કે હું શાહિદ સાથે કામ કરવા ઇચ્છુ છું, તે ખુબ જ શાનદાર એકટર છે. હાલમાં અમે એક પ્રોજેકટ પર ચર્ચા શરૂ કરી છે. જો કે નવી ફિલ્મનો વિષય શું હશે? તે બાબતે રાકેશે હજુ સ્પષ્ટતા કરી છે. હાલમાં રાકેશએ ફરહાન અખ્તર સાથે મળી ફિલ્મ તૂફાનનું કામ શરૂ કર્યુ છે. ભાગ મિલ્ખા ભાગના છ વર્ષ પછી રાકેશ અને ફરહાન ફરી સાથે કામ કરી રહ્યા છે. તૂફાન ફિલ્મનું કામ પુરૂ થતાં જ રાકેશ શાહિદ કપૂરની ફિલ્મનું કામ શરૂ કરશે. શાહિદ હાલમાં અર્જૂન રેડ્ડીની હિન્દી રિમેક કબીર ખાનના શુટીંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કિયારા અડવાણી શાહિદ સાથે મુખ્ય ભૂમિકામાં છે.

(9:39 am IST)