Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

કરણની ત્રણ ફિલ્મો સાઇન કરી પણ કામ આગળ ન વધ્યું: કાર્તિક

બોલીવૂડના ચોકલેટી-હેન્ડસમ અભિનેતાની હરોળમાં કાર્તિક આર્યન આવી ગયો છે. તે આગામી ફિલ્મ 'સોનુ કે ટીટૂમ કી સ્વીટી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં કાર્તિકે કરણ જોહર અને રોહિત શેટ્ટીના શો ઇન્ડિયાઝ નેકસ્ટ સુપરસ્ટારના સેટ પર પહોંચી ખુબ મસ્તી કરી હતી. આની એક તસ્વીર પણ કાર્તિકે સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. કાર્તિકે કહ્યું હતું કે તેણે ધર્મા પ્રોડકશન સાથે ત્રણ ફિલ્મો સાઇન કરી હતી. પરંતુ આ ફિલ્મો પછીથી આગળ વધી જ શકી નહોતી. ગયા વર્ષે મેં ધર્મા પ્રોડકશનની ત્રણેય ફિલ્મો માટે ઓડિશન આપ્યું હતું. દરેક એકટરની જેમ મારું પણ સપનુ હતું કે હું કરણ જોહર સાથે કામ કરું.  કરણે પણ કહ્યું હતું કે તેણે કાર્તિક સાથે ત્રણ ફિલ્મો સાઇન કરી છે. જો કે આમાંથી એક પણ ફિલ્મનું કામ થઇ શકયું નથી.

(9:48 am IST)