Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

હાઉસફુલ-૪માં માત્ર VFFનું બજેટ ૭૫ કરોડ

ગોલમાલની જેમ હાઉસફુલ પણ બોલીવૂડની લોકપ્રિય કોમેડી સિરીઝમાં સામેલ છે. હાઉસફુલ થ્રી જો કે બોકસ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી. પણ નિર્માતા સાજીદ નડિયાદવાલાને વિશ્વાસ છે કે ચોથો ભાગ જોરદાર બનશે અને હિટ નિવડશે. હાઉસફુલ અને હાઉસફુલ-૨નું નિર્દેશન કરનારા સાજીદ ખાનને હાઉસફુલના ચોથા ભાગનું કામ સોંપાયું છે. સાજીદ-ફરહાદે મળીને ત્રીજા ભાગનું નિર્દેશન કર્યુ હતું. કારણ કે સાજીદ ખાન અને સાજીદ નડિયાદવાલા વચ્ચે મતભેદ થઇ ગયા હતાં. હાઉસફુલ ચારની કહાની પુનર્જન્મ પર આધારીત હશે. કહાની બાહુલબી સાથે પણ કનેકશન ધરાવશે. એક જન્મ બાહુબલી યુગનો રહેશે અને બીજો જન્મ વર્તમાન હશે. આ કહાનીને ભરપુર કોમેડી ટચ અપાશે. સાજીદ નડિયાદવાલાએ વીએચએફનું બજેટ જ ૭૫ કરોડ રાખ્યું છે. સાથો સાથ ફિલ્મ થ્રીડીમાં હશે. આ ફિલ્મ સાડા ત્રણસો કે ચારસો કરોડ કમાય તેવી ઇચ્છા છે. 

(9:48 am IST)