Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ફિલ્મમાં પ્રવેશ સાથે ગભરાયેલી છે મૌની રોય

ટીવી પરદે નાગીન અને એ પહેલા દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીજીનો રોલ નિભાવી ઘર ઘરમાં જાણીતી બની ચુકેલે મૌની રોય હવે બોલીવૂડના પરદે પહોંચી ગઇ છે. તે અક્ષય કુમાર સાથે ફિલ્મ ગોલ્ડમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મમાં કામ કરીને તે ખુબ જ ઉત્સાહિત છે. મૌનીએ કહ્યું હતું કે મને દરેક પ્રકારના વિષયો ઉત્સાહિત કરે છે. નાગીન પણ અલગ જ શો હતો અને એ માટે જ કામ કરવાની હા કહી હતી. હવે ફિલ્મ મારા માટે ખાસ છે. કારણ કે બોલીવૂડ પ્રવેશની આ મારા માટે મોટી તક છે. હું થોડી ગભરાયેલી પણ છું, કારણ કે ફિલ્મમાં મેં કેવો અભિનય કર્યો છે તે હું જોઇ શકી નથી. ફિલ્મના ડબીંગનું કામ હજુ શરૂ થયું નથી. ફિલ્મમાં મારો બંગાળી મહિલાનો રોલ છે.

(9:47 am IST)