Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

નવ મહિના પછી ફરી ટીવી પરદે અભિષેક મલિકની એન્ટ્રી

ગયા વર્ષે શરૂ થયેલા ટીવી શો 'પિંજરા ખુબસૂરતી કા'ની કહાનીને આગળ વધારી દેવામાં આવશે. લીપ પછી શોમાં અનેક ફેરફાર થશે. અભિનેતા અભિષેક મલિકની મુખ્ય કલાકાર તરીકે એન્ટ્રી થશે. હાલની કહાનીમાં સાહિલ ઉપ્પલ અને રિયા શર્માની જોડી કામ કરી રહી છે. લીપ પછી નવા ટ્રેકમાં રિયા સાથે અભિષેક મલિકની જોડી જામશે. અભિષેકે અગાઉ છલ, કૈસી યે યારીયા, પુનર્વિવાહ સહિતના શોમાં કામ કર્યુ છે. હવે તે પિંજરા ખુબસૂરતી કા શોમાં ડોકટરનો રોલ નિભાવશે. જે મયુરા (રિયા શર્મા)ની જિંદગીમાં વળાંક લાવશે. છેલ્લે અભિષેક કહાં હમ કહાં તુમમાં જોવા મળ્યો હતો. નવ મહિનાના વિરામ પછી ફરીથી તે ટીવી પરદે આવી રહ્યો છે. આ શોની કહાની મયુરા નામની એવી યુવતિની છે જેના માટે સુંદરતા જ તેની દુશ્મન બની જાય છે. નિધી ભાવસારની અગાઉ એશ્વર્યા તરીકે એન્ટ્રી થઇ હતી. જે ઓમકાર (સાહિલ) અને મયુરાની પ્રેમકહાનીમાં વિલન બની હતી.

 

(10:33 am IST)