Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

અશનૂર થઇ મજબૂર

સોની ટીવી પર દર્શાવવામાં આવી રહેલી  અને ચાહકોમાં પસંદ થયેલી સિરિયલ 'પટિયાલા બેબ્સ'માં મિનીનો રોલ નિભાવી રહેલી અભિનેત્રી અશનૂર કોૈર ઘર-ઘરમાં જાણીતી બની ગઇ છે. આ શોને કારણે તેને ખુબ ફાયદો થયો છે. તેને હવે ધડાધડ વેબ સિરીઝની ઓફર આવી રહી છે. જો કે મિની એટલે કે અશનૂરને હાલમાં તો માત્ર રાજી જ થવાનું રહે છે, કેમ કે તે આ સિરીયલ સિવાય બીજુ કોઇ કામ હાથ પર લઇ શકે તેમ નથી. ટીવી શો પટિયાલા બેબ્સમાં એક ટ્રેકમાં તેના માતા-પિતાને મૃત્યુ થયેલા દર્શાવાયા છે. આ પછી સમગ્ર સિરીયલ મિની આધારીત બની ગઇ છે. આ કારણે ચેનલ અને નિર્માતા હાઉસે મિનીને બીજુ કોઇ કામ હાથ પર લેવાની સ્પષ્ટ ના પાડી છે. આમ મિનીના હાથ બંધાઇ ગયા છે, તે મજબૂર થઇ ગઇ છે. તેણે છેલ્લા એક-દોઢ મહિનામાં જ એક-બે નહિ પણ પાંચ વેબ સિરીઝ માટે પોતાને મળેલા કામની ના કહેવી પડી છે. જો કે અમુક નિર્માતા-નિર્દેશક મિની તેના ટીવી શોમાંથી ફ્રી થાય તેની રાહ જોવા પણ તૈયાર છે. બે સિરીઝ એવી છે જે કોલેજ અને સ્ટુડન્ટ્સની લાઇફ પર આધારીત છે. આ પાત્રો માટે અશનૂર યોગ્ય છે.

(10:14 am IST)