Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

સેટ પર પહેલા દિવસે ખુશખુશાલ બની શિલ્પા

બોલીવૂડની ખુબસૂરત અભિનેત્રી શિલ્પા શેટ્ટી લાંબા સમય પછી ફિલ્મી પરદે પાછી આવી રહી છે. તેણે હંગામા-૨નું શુટીંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તે પરેશ રાવલ, જાવેદ જાફરીના પુત્ર મિજાન જાફરી અને પ્રનિતા સુભાષ સાથે મુખ્ય રોલમાં જોવા મળવાની છે. આ ફિલ્મનું શુટીંગ શરૂ થઇ જતાં શિલ્પા ખુબ જ ઉત્સાહિત છે. તેણે ફિલ્મના સેટ પરથી એક વિડીયો પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. આ વિડીયોમાં તે ફિલ્મની વાત કરતી જોવા મળી રહી છે. તે કહે છે નવી હેર સ્ટાઇલ, નવી ફિલ્મ, નવું વર્ષ અને આજે સેટ પર મારો પહેલો દિવસ...હંગામા-૨નું શુટીંગ શરૂ કરવા જઇ રહી છું. મારા ફેવરિટ ડાયરેકટર સાથે પહેલી જ વખત કામ કરવાની તક મળી છે. ખુબ હંગામો કરીશું. વિડીયોમાં શિલ્પા ખુબ જ ખુશખુશાલ દેખાઇ રહી છે. તેણે ચાહકોના સહકારની જરૂર છે તેવી અપિલ પણ કરી હતી. અગાઉ હંગામા-૨નું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. ૨૦૦૩માં આવેલી હંગામામાં અક્ષય ખન્ના, પરેશ રાવલ, આફતાબ શિવદાસાની અને રીમી સેન સહિતના કલાકારો હતાં. પ્રિયદર્શનની હંગામા-૨ ઓગષ્ટ મહિનાની ૧૪મી તારીખે આવશે.

(10:13 am IST)