Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

જેનિફર એનિસ્ટન લેસ્બિયન અમેરિકી પ્રમુખનો રોલ કરશે: પાર્ટનર તરીકે ટીગ નોટારો ચમકશે

સિરિઝની કથાનું હાર્દ એવું છે કે દરેક સફલ મહિલાની પાછળ પણ એક મહિલા હોય છે.

મુંબઈ :હોલિવૂડની ટોચની અભિનેત્રી જેનિફર એનિસ્ટન અમેરિકાની લેસ્બિયન મહિલા પ્રમુખના રોલમાં ચમકશે એવા અહેવાલ પ્રગટ થયા હતા.

  વેરાયટી ડૉટ કોમના એક અહેવાલ મુજબ વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં પહેલીવાર એક મહિલા પ્રમુખ સ્થાને આવે છે અને આટલું ઓછું હોય તેમ આ મહિલા પ્રમુખ લેસ્બિયન એટલે કે સજાતીય સંબંધ ધરાવે છે એવી કથા ધરાવતી એક પોલિટિકલ કોમેડી ટીવી સિરિયલ બની રહી હોવાની માહિતી મળી હતી.

  જેનિફરે આ રોલ સ્વીકાર્યો હોવાના સમાચારને એના પ્રવક્તાએ સમર્થન આપ્યું હતું. એના પાર્ટનર તરીકે વન મિસિસિપી ફિલ્મમાં ચકેલી ટીગ નોટારો ચમકશે. આ સિરિઝની કથાનું હાર્દ એવું છે કે દરેક સફલ મહિલાની પાછળ પણ એક મહિલા હોય છે.

ફિલ્મ કારકિર્દીની વાત કરીએ તો જેનિફર હાલ એન ફ્લેચરની ફિલ્મ ડમ્પ કરી રહી છે.

(8:42 pm IST)
  • અમદાવાદ બાવળા રોડ પર ફાયરીંગમાં બે વ્‍યકિતના મોત જમીન પ્રશ્‍ન થયું ફાયરીંગ : બંનેના મૃતદેહ હોસ્‍પિટલમાં ખસેડાયા : ઘટના સ્‍થળે પોલીસ દોડી ગઇ : તપાસનો ધમધમાટ access_time 3:32 pm IST

  • કર્ણાટકમાં ભાજપનું 'ઓપરેશન લોટ્સ ' કર્નાટકના મંત્રી ડી કે. શિવકુમારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કોંગ્રેસ- જેડીએસ) સરકારને હટાવવા માટે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ચાલી રહ્યું છે.:તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે. access_time 1:38 am IST

  • રવિવારે ફરીવાર ઇંધણના ભાવમાં મોટો વધારો :પેટ્રોલના ભાવમાં લિટરે 47 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે 61 પૈસાનો વધારો ઝીક્યો ;છેલ્લા ત્રણ દિવસથી એકધારો ભાવ વધારાથી વાહન ચાલકોને વધતો બોજો :વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને પગલે ઘર આંગણે પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં ઝીકાતો વધારો :ડિસેમ્બરમાં રાહત બાદ જાન્યુઆરીમાં ઇંધણના ભાવમાં ઘટાડો અટક્યો access_time 12:45 am IST