Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

શું કોઈ મહિલા પરણ્યા પછી માતા બને કે પ્રૌઢ બને એટલે શું એ પ્રેમ કરતી અટકી જાય છે ? :પૂજા ભટ્ટ

ફિલ્મોમાં પ્રૌઢ મહિલાને પ્રેમ કરતી કેમ દેખાડતાં નથી ?

મુંબઈ :અભિનેત્રી-ફિલ્મ સર્જક પૂજા ભટ્ટે કહ્યું હતું કે કોઇ મહિલા પરણ્યા પછી બે બાળકોની માતા બને કે પ્રૌઢ બને એટલે શું પ્રેમ કરતી અટકી જાય છે ? નહીં ને, તો પછી ફિલ્મોમાં પ્રૌઢ મહિલાને પ્રેમ કરતી કેમ દેખાડતાં નથી ?  પૂજા ભટ્ટે કહ્યું કે 'આપણાં સ્ક્રીપ્ટ રાઇટર્સે પોતાનો અભિગમ બદલવાની જરૃર છે. હોલિવૂડન ફિલ્મોમાં વૃદ્ધ અભિનેત્રીને પણ પ્રેમ કરતી દેખાડતાં ફિલ્મ સર્જકો અચકાતા નથી.

   પૂજા ભટ્ટે કહ્યું કે ઉંમર વધવાને પ્રેમ કરવા સાથે કશો સંબંધ નથી. આપણી ફિલ્મોમાં માત્ર યુવા હીરોઇનોને પ્રેમ કરતી દેખાડાય છે. શું પ્રૌઢ થાય એટલે મહિલાઓ પ્રેમ કરતી અટકી જાય છે ?' એવો સવાલ પૂજાએ પૂછ્યો હતો

   . લગભગ અઢાર વર્ષ પછી ફરી એકવાર કેમેેરા સામે આવનારી પૂજા સડક ટુ બનાવવાની છે. એનું નિર્દેશન મૂળ સડકનંુ નિર્દેશન કરનારા એના પિતા સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટ પોતે કરવાના છે. મૂળ સડકમાં સંજય દત્ત અને પૂજા ભટ્ટ ચમક્યાં હતાં. એમાં ટેક્સી ડ્રાઇવર એક વેશ્યાના પ્રેમમાં પડે છે એવી કથા હતી.

  પૂજાએ કહ્યું કે જીવનમાં એકવાર અભિનય કરનાર વ્યક્તિ પછી સદાને માટે અદાકાર બની જાય છે. મારે તો એસ્ટ્રોનોટ કે આર્કિટેક્ટ બનવું હતું પરંતુ મારા પિતા ફિલ્મ સૃષ્ટિમાં હતા એટલે હું પણ અનાયાસે આ ક્ષેત્રમાં આવી ગઇ. સડકની રિમેક ઉપરાંત પૂજા નામની પણ રિમેક બનાવવા ઉત્સુક છે. જો કે સડક ટુમાં યુવાન કલાકારો મુખ્ય રોલ કરશે.

 મહેશ ભટ્ટ સડક ટુમાં પોતાની બીજી પુત્રી આલિયા ભટ્ટને ચમકાવવા માગે છે. જો કે હાલ આલિયા પોતાના પિતાનેજ તારીખો ફાળવી શકે એમ નથી.

(8:35 pm IST)
  • રવિવારે ફરીવાર ઇંધણના ભાવમાં મોટો વધારો :પેટ્રોલના ભાવમાં લિટરે 47 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે 61 પૈસાનો વધારો ઝીક્યો ;છેલ્લા ત્રણ દિવસથી એકધારો ભાવ વધારાથી વાહન ચાલકોને વધતો બોજો :વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને પગલે ઘર આંગણે પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં ઝીકાતો વધારો :ડિસેમ્બરમાં રાહત બાદ જાન્યુઆરીમાં ઇંધણના ભાવમાં ઘટાડો અટક્યો access_time 12:45 am IST

  • કર્ણાટકમાં ભાજપનું 'ઓપરેશન લોટ્સ ' કર્નાટકના મંત્રી ડી કે. શિવકુમારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કોંગ્રેસ- જેડીએસ) સરકારને હટાવવા માટે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ચાલી રહ્યું છે.:તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે. access_time 1:38 am IST

  • છોટાઉદેપુર : મધ્યપ્રદેશમાં કથિત આંતર રાજય બાળ તસ્કરીનો કેસ :પોલીસે વધુ એક બાળક ઉગારી પાલક પિતાની ધરપકડ કરી :આરોપી શૈલુ રાઠોડે રૂ.૧ લાખમાં વેચ્યું હતું ચાર માસનું બાળક :રિકવર કરેલા કુલ બાળકોની સંખ્યા ૧૪ પર પહોંચી :બાળ તસ્કરી કેસમાં આરોપીઓની સંખ્યા ૨૪ પહોંચી access_time 10:49 pm IST