Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

ગર્લફ્રેન્ડ પર દુષ્કર્મનો આરોપ પછી કાયદાકીય સંઘર્ષમાં આવેલો મુન્નાભાઇ MBBS ફિલ્મમાં અભિયન કરનાર વિશાલ ઠક્કરનો ત્રણ-ત્રણ વર્ષની અતો-પતો નથી

મુંબઇમુન્નાભાઇ એમ.બી.બી.એસ ફિલ્મમાં અભિનય કરનાર વિશાલ ઠક્કર છેલ્લા ત્રણ વર્ષથી ઘરે પરત ફર્યો નથી અને ગૂમ છે. પોલીસને પણ તેનો કોઇ પતો લાગ્યો નથી.

મુન્નાભાઇ એમ.બી.બી.એસમાં વિશાલ ઠક્કરનો ચહેરો જોઇ સૌ કોઇ તેને ઓળખી જશે. એક છોકરી તેને છોડીને જતી રહેતા તે નિરાશ થાય છે અને ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કરે છે અને ત્યારબાદ તેની માતા તેને સારવાર માટે હોસ્પિટલ સારવાર માટે લઇને આવે છે.

આ આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાનનો રોલ કરનાર એટલે વિશાલ ઠક્કર. 31 ડિસેમ્બર, 2015નાં રોજ વિશાલ તેની માતાને એવુ કહીને ઘરેથી નિકળ્યો હતો કે, તે પોતે ફિલ્મ જોવા માટે જાય છે. તેણે તેની માતા પાસેથી 500 રૂપિયા પણ લીધા હતા. બસ, આ સમયે છેલ્લી વખત તેની માતાએ તેને જોયો હતો.

ડિસેમ્બર 31ની રાત્રે તેણે તેના પિતાને મેસેજ મોકલ્યો હતો કે, તે તેમા મિત્રો સાથે છે અને તે બીજા દિવસે ઘરે આવશે. બસ, આજની ઘડી અને કાલનો દિવસ. વિશાલ ક્યારેય ઘરે પરત આવ્યો નહીં.

તેનો ફોન પણ બંધ આવે છે અને તેણે આ ફોન ક્યારેય ચાલુ ન કર્યો. વિશાલનાં ગૂમ થયા પછી કોઇએ ખંડણી માટે ફોન પણ નથી કર્યો. તેના બેંક એકાઉન્ટમાં પણ કોઇ હલચલ નથી.

પોલીસ તપાસમાં પણ આજદિન સુંધી કાંઇ ભાળ મળી નથી. તપાસ કર્તા અધિકારીએ કહ્યું કે, શરૂઆતમાં અમને શંકા હતી કે, તેની ગર્લફ્રેન્ડનો રોલ હોઇ શકે પણ તેના નિવેદનોમાં કોઇ વિરોધાભાસ જોવા મળ્યો નથી. પોલીસને હજુ સુંધી એવી ભાળ નથી મળી ક, તેનુ ખૂન થઇ ગયુ છે કે પછી તેનું અપહરણ થયુ છે. અથવા તો તે પોતે જ ઘરેથી ભાગી ગયો છે.

(3:49 pm IST)
  • કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સાહિત્ય સંમેલનમાં કહ્યું ,નેતાઓએ બીજા ક્ષેત્રોમાં દખલગીરી કરવી જોઈએ નહીં :અત્રે ઉલ્લેખનીય છે કે આ સંમેલન લેખિકા નયનતારા સહગલને અપાયેલા નિમંત્રણ પાછું લેવાના કારણે વિવાદમાં સપડાયું છે :ગડકરીએ આ વિવાદ અંગે સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે નેતાઓએ અન્ય ક્ષેત્રોમાં દાખલ ના કરવી જોઈએ access_time 1:38 am IST

  • કર્ણાટકમાં ભાજપનું 'ઓપરેશન લોટ્સ ' કર્નાટકના મંત્રી ડી કે. શિવકુમારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કોંગ્રેસ- જેડીએસ) સરકારને હટાવવા માટે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ચાલી રહ્યું છે.:તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે. access_time 1:38 am IST

  • કર્ણાટકના રાજકારણમાં મચી જબરી ઉથલ-પાથલ : કોંગ્રેસના 11 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું અને આમાંથી 3 ધારાસભ્યો આજે મુંબઈની કોઈ હોટલમાં ભાજપ અગ્રણીઓ સાથે મિટીંગ કરી રહ્યા હોવાનો ધડાકો : ભાજપે કોઈ બહુ મોટી વ્યૂહ રચનાના ભાગરૂપે કર્ણાટક ભાજપના 102 ધારાસભ્યોને 17 જાન્યુઆરી સુધી દિલ્હીમાજ રહેવા જણાવ્યું : આ સાથે કોંગ્રેસ પણ આવી હરકતમાં : કર્ણાટક કોંગ્રેસના દિગગજ નેતા ડિ. કે. શિવકુમાર આવ્યા એક્શન મોડમાં : કોઈ પણ ઘડીએ કર્ણાટકના રાજકારણમાં મોટો ધડાકો થવાના એંધાણ access_time 5:11 pm IST