Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ટીઆરપીમાં બાજી મારી 'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા'

મુંબઈ:નવા વર્ષના પ્રથમ સપ્તાહની ટીવી રેટીંગ જાહેર કરાઈ છે. જેમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. આ વખતે સાસ-વહુના પરંપરાગત શોને પાછળ છોડી કોમેડી શો લિસ્ટમાં આગળ રહ્યો છે. ફીનાલે તરફ આગળ વધી રહેલ બહુચર્ચિત ટીવી શો બિગબોસ ટોપ-૧૦માં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. 
નવી રેટીંગમાં તમામ શોને પછાડી સબ ટીવીનો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટોપ પર પહોંચી ગયો છે. જ્યારે ઝી ટીવીનો શો કુંડલી ભાગ્ય બીજા અને કુમકુમ ભાગ્ય ત્રીજા ક્રમે રહ્યુ છે. ડાંસ રીયાલીટી શો સુપર ડાંસર-૨ આ લિસ્ટમાં ચોથા ક્રમાંકે રહ્યો છે. 
આ વખતે કોમેડી શો ટીઆરપીમાં છવાયા છે, તેનુ ઉદાહરણ સ્ટાર ભારતનો ટીવી શો ક્યા હાલ મિસ્ટર પંચાલ છે, જે ટીઆરપી રેકીંગમાં પાંચમાં ક્રમાંકે છે. જોકે બહુચર્ચિત બિગ બોસ ૧૧ને વધુ એક વખત ટોપ-૧૦માં સ્થાન મળ્યુ નથી. જ્યારે યે રીશ્તા ક્યા કહેલાતા હૈ છઠ્ઠા ક્રમે છે, તો શક્તિ ઃ અસ્તિત્વ કે અહેસાસ કી સાતમા અને તેરે નાલ ઇશ્ક હો ગયા ૮માં ક્રમાંકે છે. તો ઈશ્ક મેં મરજાવા નવમાં ક્રમાંકે રહ્યો છે, જ્યારે કુમકુમ ભાગ્યનુ રીપીટ ટેલિકાસ્ટ ૧૦માં ક્રમે છે.

(5:34 pm IST)
  • મહારાષ્ટ્રના સાંગલીમાં બે ગાડીઓના ગમખ્વાર અકસ્માતમાં ૬ લોકોના મોત અને 5 લોકો ઘાયલ થયા છે. access_time 1:14 pm IST

  • ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ૮મા માળેથી પટકાતા દર્દીનું મોત access_time 12:51 pm IST

  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST