Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

બાપુજી (ચંપકચાચા)ને શોધવાની જવાબદારી આખરે દયાભાભીની માને સુપ્રતઃહવે શું થશે

જેઠાલાલ અને ગોકુલધામવાસીઓ માથે ભલે પરેશાનીના પોટલા હોય પરંતુ દર્શકોને હાસ્યના હોજમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ધુબાકા ખવડાવશે : ગોકુલધામમાં રામધુનઃ બાપુજી મળશે કે નહિ? તે જવાબ જાણવા સિરીયલ જોવાથી જ મળશે

રાજકોટ, તા., ૧રઃ સમગ્ર  ટીવી જગતમાં લાંબામાં લાંબી સીરીયલનો ખિતાબ મેળવવા સાથે નિર્દોષ હાસ્ય પીરસતી નીલા ફિલ્મ (આશીત મોદી) દ્વારા નિર્મિત લોકપ્રિય સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં હાલમાં જ ગોકુલ ધામના આદરણીય એવા જેઠાલાલના પિતાશ્રી ચંપકચાચા લાપતા બન્યા હોવાથી જેઠાલાલના પરીવાર સાથે સમગ્ર ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓ પરેશાન બની રહયા છે. જો કે સિરીયલ દ્વારા દર્શકો માટે પરેશાનીના પોટલાના બદલે હાસ્યના હોજમાં ધુબાકા ખવડાવાઇ રહયા છે.

બીજી તરફ લાપતા બનેલા બાપુજી (ચંપકચાચા) એક વ્યકિતને ગોકુલધામ જવાનો રસ્તો પુછે છે એ વ્યકિત તેમને એક બસમાં બેસાડે છે. હવે બને છે એવું કે એ બસ ઠાણે તરફ આવેલા ગોકુલધામમાં જવાની બસ હોય છે આ તરફ બાપુજી ન મળવાથી  બધાય હેરાન પરેશાન થઇ ઉઠયા છે. આખરે  જેની પાસે દરેક દર્દની દવા અને દરેક સમસ્યાનો ઉકેલ છે તેવા દયાભાભીની માનો  સંપર્ક સાધી બાપુજીને ગોતવા માટે મદદ માંગવાનું નક્કી થયું. દયાભાભીની માએ ઉપાય પણ બતાવ્યો કે ગોકુલધામ સોસાયટીમાં રામધુન અને કીર્તનનો પ્રોગ્રામ રાખવા સાથે પુર્વ દિશામાં શોધખોળ કરવાથી  ચંપકચાચા મળી આવશે.

શું રામધુન કરવાથી કે પુર્વ દિશામાં તપાસ કરવાથી ચંપકચાચા મળી આવશે ?  સોસાયટી વાળાઓને રાહત થશે કે વધુ મુસીબત આવશે? આ બધા સવાલોના જવાબ   મેળવવા માટે સબ ટીવી પર સોમથી શુક્ર રાત્રે ૮.૩૦ વાગ્યે પ્રસારીત થતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ જોવી જ રહી.

(1:12 pm IST)