Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

સની સિંહ અને સોનાલીની 'જય મમ્મી દી'નું પોસ્ટર રિલીઝ

મુંબઇ તા. ૧૨: સની સિંહ અને સોનાલી સહેગલની આગામી ફિલ્મ 'જય મમ્મી દી'નું પહેલું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના નામની જેમ જ પોસ્ટર પણ મસ્ત છે. આ પોસ્ટરમાં સની અને સોનાલી બંને લગ્નના કપડાં પહેરેલા જોવા મળે છે. જેમને તેમની માતાઓ વિપરીત દિશામાં લઈ જઇ રહ્યા છે. જે પરથી એટલું તો તારણ કાઢી શકાય કે આ ફિલ્મ પારિવારિક કોમેડીથી ભરપૂર હશે. સની અને સોનાલી આ પહેલા 'પ્યાર કા પંચનામા ૨'માં સાથે કામ કરી ચૂકયા છે. દર્શકોએ બંનેની જોડીને ઘણી પસંદ પણ કરી છે. ફિલ્મ નિર્માતા લવ રંજને ફરી આ સુપર જોડીને સિલ્વર સ્ક્રીન પર મુકી છે.  ફિલ્મ 'જય મમ્મી દી' નવજોત ગુલાટી દ્વારા લિખિત અને નિર્દેશિત છે. ટી-સીરીઝના ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર તથા લવ ફિલ્મ્સના લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા નિર્મિત આ ફિલ્મ ૧૭ જાન્યુઆરીએ રિલીઝ થશે.

(1:11 pm IST)