Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

ગ્લોબલ કલાઇમેટ ચેન્જ સંદર્ભે જાગૃતિ લાવવા 'હેન્ડ ટુ હેન્ડ' નામનું ગીત બનાવશે એ.આર.રહેમાન

હોલીવૂડના જાણીતા સંગીતકાર કેન ક્રેજન સાથે મળી ગીત તૈયાર કરશે

ભારતના ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન આંતરરાષ્ટ્રીય સંગીતકારો સાથે મળી ગ્લોબલ કલાઇમેટ ચેન્જ અંગે ગીત તૈયારકરી રહ્યા છે. આ ગીતનું ટાઇટલ ''હેન્ડ ટુ હેન્ડ'' . આ ગીત તૈયાર કરવામાં તેઓ હોલિવૂડના દિગ્ગજ સંગીતકાર અને માનવતાવાદી કેન ક્રેજન સાથે મળી આ પ્રયાસ કરી રહ્યા છે.૧૯૮૫માં સંયુકત રાષ્ટ્રના શાંીત મેડલથી સન્માનિત કરવામાંઆવ્યા હતા. તેમણે ઐતિહાસિક ચેરિટી ગીત ' વીઆરધ વર્લ્ડ' તૈયાર કર્યુ હતું. જે બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું. રહેમાન અને તેમના સહયોગીઓ કલાઇમેટ ચેન્જ અંગે જાગૃતિ લાવવા અને ભંડોળ એકત્ર કરવા આ ગીત તૈયાર કરી રહ્યા છે. આગામી વર્ષ ૨૨ એપ્રિલથી આ શરૂઆત કરવામાંઆવશે. આ દિવસે પૃથ્વી દિવસની ૫૦મી વાર્ષિક ઉજવણી કરવામાં આવશે. આ  દિવસે એ.આર.એપ્લિકેશન પણ  જાહેરકરવામાં આવશે. રહેમાનની આ નવી રચના અંગેની વધુ માહીતીની રાહ જોવાઇ રહી છે.

(11:25 am IST)