Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

પ્રમોશનમાં સતત વ્યસ્ત સોનાક્ષી

સલમાન ખાન સાથે દબંગ ફિલ્મથી જ બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરનારી સોનાક્ષી સિન્હા હવે આ સિરીઝની ત્રીજી ફિલ્મમાં જોવા મળવાની છે. હાલમાં સોનાક્ષી દબંગ-૩ના પ્રમોશનમાં સતત વ્યસ્ત છે. પ્રમોશન વખતે તે અલગ-અલગ લૂકમાં જોવા મળી રહી છે. ટ્રેડિશનલથી માંડી વેસ્ટર્ન લૂકમાં તેને જોઇને ચાહકો વાહ-વાહ કરી રહ્યા છે. પેન્ટ સાથે સાડી પહેરીને પણ સોનાક્ષી દેખાઇ હતી. તેણે સાબિત કર્યુ હતું કે તે કોઇને પણ ફેશનના મામલે ટક્કર આપી શકે છે. તેણે અનામિકા ખન્ના દ્વારા ડિઝાઇન કરાયેલો એક ડ્રેસ પહેર્યો હતો. જેમાં મેકસી સ્કર્ટમાં તે હતી. તેણે સામાન્ય મેકઅપ કર્યો હતો અને પોની વાળી હતી. આ કારણે તેનો દેખાવ વધુ સુંદર બન્યો હતો. દબંગ-૩માં સલમાન ખાન, સાઇ માંજરેકર, કિચ્ચા સુદિપ મુખ્ય ભૂમિકામાં છે. મહેશ માંજરેકરની દિકરી સાઇની આ પહેલી ફિલ્મ છે. વીસમી ડિસેમ્બરે દબંગ-૩ રિલીઝ થવાની છે. દબંગ સિરીઝ સિવાયની સોનાક્ષીએ ઘણી ફિલ્મો કરી છે. જેમાંથી અમુક હિટ થઇ હતી.

 

(10:06 am IST)