Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

રિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ

મલયાલમ ફિલ્મ 'ઓડિયાન'માં મોહનલાલ ત્રણ અલગ અલગ અવતારમાં

મુંબઈ :સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 'ઓડિયાન' શુક્રવારે રિલીઝ થશે તેના નિર્દેશકે જણાવ્યું હતું કે આ પહેલી એવી મલયાલમ ફિલ્મ છે, જે રિલીઝ પહેલાં જ 100 કરોડ ક્લબમાં સામેલ થઇ છે. જાહેરાત ફિલ્મ નિર્માતા વી.એ.શ્રીકુમાર મેનન જે 'ઓડિયાન' સાથે ફીચર ફિલ્મકાર તરીકે આવી રહ્યાં છે તેમણે આ વિશે ફેસબુક પેજ લખ્યું હતું 

  તેમણે લખ્યું કે અમારી 'ઓડિયાન' રાઇટ્સ અને વર્લ્ડવાઇડ પ્રી-બુકિંગ સાથે રિલીઝ પહેલાં 100 કરોડ ક્લબમાં પહોંચનારી પહેલી મલયાલમ ફિલ્મ બની ગઇ છે. તમારા બધાનું સમર્થન, પ્રોત્સાહન અને શુભેચ્છાઓ આપવા માટે ધન્યવાદ.

ફિલ્મમાં મોહનલાલ ત્રણ અલગ-અલગ અવતારમાં જોવા મળશે. ફિલ્મની કહાની બ્લેક મેજીકના ઉપયોગ આસપાસ ફરે છે. તેમાં પ્રકાશ રાજ અને મંજૂ વારિયર પણ છે.

(10:42 pm IST)