Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

2019નું વર્ષ રાજકુમાર રાવ માટે હશે વ્યસ્ત

મુંબઇ:  એ લિસ્ટના ગણાતા થઇ ગયેલા અભિનેતા રાજકુમાર રાવ માટે ૨૦૧૯નું વર્ષ સખ્ખત કામનું બની રહેશે એવી જાણકારી મળી હતી.રાજકુમાર રાવે શ્રદ્ધા કપૂર સાથે કરેલી છેલ્લી હોરર કોમેડી ફિલ્મ સ્ત્રીએ બોક્સ ઑફિસ પર ૧૦૦ કરોડની કમાણી નોંધાવી હતી. એ પહેલાં રજૂ થયેલી એની ઓમેરઠા અને લવ સોનિયાએ પણ જુદી કેડી કંડારી હતી અને રાજકુમાર રાવ એક ઉત્તમ અભિનેતા તરીકે બહાર આવ્યો હતો. હાલ એ નુસરત ભરુચા સાથે હંસલ મહેતાની ખુર્રમ ખાન ફિલ્મ કરી રહ્યો છે.  સાથોસાથ કંગના રનૌત સાથે અનુરાગ બસુની ઇમલી કરી રહ્યો છે. આ બે ઉપરાંત પણ એની પાસે ઠીક ઠીક સંખ્યામાં ફિલ્મો છે. એ ખમતીધર ફિલ્મ સર્જક વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ એક લડકી કો દેખા તો ઐસા લગા સોનમ કપૂર સાથે કરી રહ્યો છે તેમ ટીવી સ્ટાર મૌની રોય સાથે મેડ ઇન ચાઇનામાં એક ગુજરાતી વેપારીના રોલમાં ચમકી રહ્યો છે.રાજકુમાર રાવની કારકિર્દીનું નિરીક્ષણ કરી રહેલા એક ટ્રેડ પંડિતે કહ્યું કે રાજકુમાર રાવની પ્રગતિ ખરેખર નોંધનીય છે. ૨૦૧૭માં એની છ ફિલ્મો રજૂ થઇ હતી, ૨૦૧૮માં ચાર ફિલ્મો રજૂ થઇ અને હવે ૨૦૧૯માં એની પાંચ ફિલ્મો રજૂ થવાની છે. એ બહુ ઝડપભેર પ્રગતિ કરી રહ્યો છે જે કોઇ પણ નવોદિત કલાકાર માટે વિરલ ઘટના ગણાય.

(5:56 pm IST)