Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

સોનાક્ષીએ 'એમેઝોન'માંથી કિંમતી હેડફોન મંગાવતા, કંપનીએ લોખંડનો ટુકડો મોકલ્યો

૧૮ હજારની કિંમતનો હેડફોન ઓનલાઇન મંગાવ્યો'તો

 મુંબઈ,તા.૧૨, ઓનલાઇન ખરીદી વખતે ઠગાઈની અનેક ફરિયાદો મળતી રહેતી હોય છે. ગ્રાહકો અનેક વખત તેમણે જે વસ્તુ મંગાવી હતી તે નહીં મોકલવાની કે પછી તેના બદલામાં બીજી વસ્તુ મોકલી દેવાની ફરિયાદ કરતા હોય છે. તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાને ઓનલાઇન શોપિંગનો કંઈક આવો જ કડવો અનુભવ થયો છે

સોનાક્ષી સિંહાએ એમેઝોન ઇન્ડિયા પરથી રૂ. ૧૮ હજારની કિંમતના હેડફોન ઓનલાઇન ઓર્ડર કર્યા હતા. જોકે, કંપની તરફથી જે વસ્તુ મળી તે જોઈને સોનાક્ષી લાલપીળી થઈ ગઈ હતી અને તેણીએ આ અંગે એમેઝોન કંપનીના કસ્ટમસ કેરમાં ફરિયાદ કરી હતી. જોકે, તેનો યોગ્ય પ્રત્યુતર ન મળતા તેણે આ વસ્તુ સાથેની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરીને પોતાનો બળાપો કાઢ્યો હતો. સોનાક્ષીએ મ્ર્જી કંપનીના કિંમતી હેડફોન મંગાવ્યા હતા. જોકે, તેના બદલામાં તેને જે વસ્તુ મળી તે કાટ ખાઈ ગયેલો લોંખડનો એક નાનો ટુકડો હતો. આ અંગે સોનાક્ષીએ ટ્વિટ કર્યા બાદ એમેઝોન તરફથી ટ્વિટર પર જ માફી માંગવામાં આવી હતી.

આ અંગે ટ્વિટ કરતા સોનાક્ષીએ લખ્યું હતું કે, @amazonIN મેં @boseના હેડફોન મંગાવ્યા હતા અને તેના બદલામાં મને આ શું મળ્યું છે. મને મળેલું બોક્ષ ખૂબ જ સારી રીતે પેક કરેલું હતું તેમજ તે તૂટેલું પણ ન હતું. હું મુર્ખ બની છું. આનાથી પણ ખરાબ વાત એ છે કે તમારા ગ્રાહક સેવા અધિકારીએ મને આ બાબતે કોઈ જ મદદ કરવાનો ઇન્કાર કરી દીધો છે.

સોનાક્ષીએ બીજા એક ટ્વિટમાં લખ્યું છે કે,  કોઈએ રૂ. ૧૮ હજારમાં બ્રાન્ડ ન્યૂ અને કાટ ખાઈ ગયેલો લોખંડનો ટુકડો ખરીદવો છે? (અરે, આ તો સ્ટીલ છે). ચિંતા ન કરો. હું આ વસ્તુ વેચી રહી છું, @amazon નહીં. એટલે તમે જે વસ્તુનો ઓર્ડર કરશો તે જ મળશે

(5:51 pm IST)