Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

સુશાંતસિંહની નજર હવે ‘સોન ચિડીયા' પર

ટીવી પરદેથી બોલીવૂડમાં જબરદસ્‍ત એન્‍ટ્રી કર્યા પછી સુશાંતસિંહ સતત મોટા પ્રોજેક્‍ટ મેળવી રહ્યો છે. છેલ્લે રિલીઝ થયેલી તેની કેદારનાથને જો કે ખાસ પ્રતિભાવ મળ્‍યો નથી. વિવચકો અને દર્શકોએ ફિલ્‍મને લગભગ નકારી કાઢી છે ત્‍યારે હવે સુશાંતસિંહ રાજપૂતને આગલી ફિલ્‍મ ‘સોન ચિડીયા' પર ખુબ આશા છે. આ ફિલ્‍મનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. જેમાં તે ડાકૂ બન્‍યો છે. ફિલ્‍મની ટેગલાઇન ‘બૈરી બેઇમાન, બાગી સાવધાન!' પણ જબરદસ્‍ત છે. ફિલ્‍મમાં માનસિંહની ગેંગની કહાની છે. મનોજ બાજપેયી અને રણવીર સોૈરી પણ અલગ જ અને દમદાર રોલમાં છે. ભૂમિ પેડનેકર ગામડાની છોકરીના રોલમાં છે. પેડમેન પછી તે આ ફિલ્‍મમાં તદ્દન નવા રૂપમાં જોવા મળશે. ફિલ્‍મમાં એક્‍શન સાથે ગાળો પણ હશે. ફેબ્રુઆરીમાં આ ફિલ્‍મ રિલીઝ થશે.

 

(1:28 pm IST)