Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

કોલેજીયનનો રોલ નિભાવશે કાર્તિક આર્યન

કાર્તિક આર્યનને સોનૂ કી ટીટૂ કી સ્‍વીટી પછી મોટી ફિલ્‍મો મળવાની શરૂઆત થઇ છે. હવે તે ‘લુકા છિપી' નામન ફિલ્‍મ કરી રહ્યો છે. આ ફિલ્‍મનું મોટા ભાગનું શુટીંગ પુરૂ થઇ ગયું છે અને હવે તે અનિસ બઝમીની એક ફિલ્‍મ માટે ફાઇનલ થયો છે. આ ફિલ્‍મની અભિનેત્રી પણ નક્કી થઇ ગઇ છે. નિર્માતા ઇચ્‍છતા હતાં કે જેણે એકપણ ફિલ્‍મ ન કરી હોય તેવી અભિનેત્રી લેવી છે. અનિસની આ ફિલ્‍મમાં કાર્તિક આર્યન કોલેજ સ્‍ટૂડન્‍ટના રોલમાં જોવા મળશે. તેને સ્‍ક્રિપ્‍ટ ખુબ જ ગમી ગઇ હતી. ફિલ્‍મ આવતા વર્ષના મધ્‍યમાં ફલોર પર આવશે. એ પછી વિદેશમાં શુટીંગ શરૂ થશે. ફિલ્‍મમાં કોઇ સ્‍ટારની દિકરી હિરોઇન તરીકે આવશે કે બીજી કોઇ અભિનેત્રી  હશે તે બાબતે હજુ રહસ્‍ય રખાયું છે. ફિલ્‍મના નિર્માતા ભુષણ કુમાર છે.

(1:28 pm IST)