Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

કરણની ફિલ્‍મમાં કોને મળશે રોલ, દિપીકા કે જ્‍હાન્‍વી?

પ્રિયંકા ચોપડા, અભિષેક બચ્‍ચન અને જોન અબ્રાહમને લઇને કરણ જોહરે ૨૦૦૮માં દોસ્‍તાના બનાવી હતી. આ ફિલ્‍મ સુપરહિટ નિવડી હતી. ફિલ્‍મના ગીતો પણ ખુબ હિટ થયા હતાં. હવે દોસ્‍તાના-૨ બની રહી છે.  કરણે જો કે અગાઉ કહ્યું હતું કે સારી સ્‍ક્રિપ્‍ટ વગર તે સિક્‍વલ નહિ બનાવે. પણ હવે સિક્‍વલ બની રહ્યાનું સ્‍પષ્‍ટ થઇ રહ્યું છે. આ ફિલ્‍મમાં પ્રિયંકા ચોપડાને બદલે જ્‍હાન્‍વી કપૂરનું નામ નક્કી થયું હતું. પરંતુ હવે જ્‍હાન્‍વીને હટાવી દેવામાં આવી છે અને તેની જગ્‍યાએ દિપીકાને રોલ ઓફર થયો છે. ધર્મા પ્રોડકશન હજુ હીરો તરીકે કોને લેવા તે નક્કી કરી શક્‍યું નથી. દિપીકાએ લગ્ન પછી તુરત જ હોટ ફોટોશૂટ કરાવ્‍યું છે અને એશિયાની સેક્‍સી મહિલાનો ખિતાબ પણ મેળવ્‍યો છે. તે હાલમાં મેઘના ગુલઝારની ફિલ્‍મ પણ કરી રહી છે. હવે દોસ્‍તાના-૨ માટે તેનું નામ સામે આવ્‍યું છે.

(1:28 pm IST)