Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

પોલીસ ઓફિસરનો દમદાર રોલ નિભાવી રહી છે શ્વરા ભાસ્‍કર

બોલીવૂડમાં જબરદસ્‍ત અભિનય માટે જાણીતી સ્‍વરા ભાસ્‍કર હવે વેબ સિરીઝમાં કામ કરશે. સ્‍વરા પોતાની ફિલ્‍મો અને પાત્રો થકી સમાજમાં સકારાત્‍મક સંદેશા પહોંચાડે છે. તેની દરેક ફિલ્‍મમાં કંઇક નવું જરૂર હોય છે. હવે સ્‍વરા પોલીસ ઓફિસર બનીને આવી રહી છે. માનવ તસ્‍કરી જેવા ગંભીર મુદ્દા પર આધારીત એક વેબ સિરીઝ ‘ફલેશ' બની રહી છે. આ સિરીઝમાં સ્‍વરા પોલીસ ઓફિસર બની છે. સ્‍વરા કહે છે અભિનય એ મારી લાગણી છે. એ સાથે જ કોઇપણ બોલ્‍ડ, શક્‍તિશાળી પ્રોજેક્‍ટ સાથે જોડાવું મને સતત ગમે છે. હું શાનદાર વેબ સિરીઝનો ભાગ બનીને ખુબ ઉત્‍સાહિત છું. હું મારી કારકિર્દીમાં પહેલી વખત પોલીસ ઓફિસર બની છું. ચાહકો મને અલગ જ રોલમાં જોઇ શકશે.

(1:26 pm IST)