Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

શિવાંગી જોષી એશિયાની ૫મી સૌથી સેક્‍સી મહિલા બની

આ લિસ્‍ટમાં ટીવી એકટ્રેસ દ્રષ્‍ટિ ધામી (૧૨), જેનિફર વિંગેટ (૧૩), એરિકા ફર્નાન્‍ડિઝ (૧૫)માં નંબર પર છે

નવી દિલ્‍હી તા. ૧૨ : એશિયાની સેક્‍સી વુમેનના નવા લીસ્‍ટમાં યે રિશ્‍તા ક્‍યા કહેલાતા હેની એક્‍ટ્રેસ શિવાંગી જોષીને પાંચમો રેન્‍ક મળ્‍યો છે. ગત વર્ષે આ લિસ્‍ટમાં શિવાંગી ૧૭માં સ્‍થાન પર હતી. નાયરાનો અભિનય કરનાર શિવાંગીએ ઘર-ઘરમાં પોતાની આગવી ઓળખ બનાવી છે અને કેટલાએ એવોર્ડ જીત્‍યા છે. આ પહેલા તે સિરીયલ બેગુસરાયમાં પૂનમ કુમારીના અભિનયમાં જોવા મળી ચુકી છે.

આ લીસ્‍ટમાં પહેલા સ્‍થાન પર બોલિવુડની ડિંપલ દીપિકા પાદુકોણ છે. ત્રીજા નંબર પર ટીવીની સુપરહોટ એક્‍ટ્રેસ નિયા શર્મા છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્‍ટ પરથી મોહસિને શિવાંગીને આ લીસ્‍ટમાં આવવા પર શુભકામના પાઠવી છે, જેના જવાબમાં તેણે સ્‍માઈલનો ઈમોજી મોકલ્‍યો છે. ઓન સ્‍ક્રીન જયાં કાર્તિક અને નાયરાની જોડી ફેન્‍સનું દિલ જીતી રહી છે, તો બીજી તરફ બંને પોતાના સોશિયલ મીડિયા દ્વારા પણ ફેન્‍સને કપલ ગોલ્‍સ આપતા રહે છે.

આ લીસ્‍ટમાં બીજા નંબર પર પ્રિયંકા ચોપડા છે, ત્રીજા નંબર પર હિના ખાન છે અને ચોથા નંબર પર પાકિસ્‍તાની એક્‍ટ્રેસ માહિરા ખાન છે. ૧૮જ્રાક્રત્‍ન નંબર પર આશી સિંહની લીસ્‍ટમાં નવી એન્‍ટ્રી થઈ છે, અને ૨૦ વર્ષની શિવાંગી જોષી લિસ્‍ટમાં સૌથી યુવા એક્‍ટ્રેસ છે. કરિયર ફ્રંટની વાત કરીએ તો, શિવાંગી યે રિશ્‍તા ક્‍યા કહેલાતા હૈમાં જોવા મળી રહી છે.

આ લીસ્‍ટમાં ટીવીની કેટલીક અન્‍ય એક્‍ટ્રેસ પણ સામેલ છે, જેમાં દ્રષ્ટી ધામી (૧૨), જેનિફર વિંગેટ (૧૩), એરિકા ફનર્ાિન્‍ડઝ (૧૫) નંબર પર છે. સોશિયલ મીડિયા પર ઘણી એક્‍ટિવ રહેતી શિવાંગીના ઈન્‍સ્‍ટાગ્રામ પર ૨ મિલિયનથી વધારે ફોલોઅર્સ છે.

(1:15 pm IST)