Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

મને લોકો બહાદુર કહી રહ્યા છેઃ ભૂમિ

ભૂમિ પેડનેકરે કારકિર્દીની શરૂઆતમાં જ પડકારરૂપ પાત્ર ભજવ્યું હતું. એ પછી પણ તે એક એકથી ચડીયાતા રોલ નિભાવી રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ બાલામાં તેણે શ્યામ વર્ણની છોકરીનો રોલ નિભાવ્યો છે. તેના આ પાત્ર ભજવવાના નિર્ણયને કારણે બધા તેને બહાદુર કહી રહ્યા છે. આયુષ્માન ખુરાના સાથેની તેની આ ફિલ્મ લોકોને ખુબ ગમી રહી છે.  ભૂમિએ કહ્યું હતું કે આ પાત્ર ભજવીને મેં સાહસનું કામ કર્યુ છે. જોકે હું તેમને કહું છું કે એક કલાકાર તરીકે મેં એ પાત્રનો સ્વીકાર કર્યો છે. કલાકારને પાત્રમાં ઓતપ્રોત થવુ પડે છે અને એ પાત્રને ફિલ્મમાં જીવંત કરવુ પડે છે એ જ અગત્યનું છે. હું હંમેશાં એ વાતની ચિંતા નથી કરતી કે પરદા પર હું કેવી દેખાઉ છું, કારણ કે એમ કરીને હું એ ફિલ્મનાં વિઝન અને એ પાત્ર જેને મેં સ્વેચ્છાએ ભજવવાનું પસંદ કર્યુ હતું. બાલાની સ્ક્રિપ્ટ વાંચતા જ હું આકર્ષિત થઇ ગઇ હતી.  હું એ વાત માત્રથી જ આકર્ષિત થઈ હતી કે મારું મુખ્ય પાત્રને વાચા આપવાનું કારણ બનશે અને પરિવર્તન લાવવા માટેનું મુખ્ય સ્ત્રોત પણ બનશે. હું તરત જ એ સોશ્યલ મેસેજ સાથે જોડાઈ ગઈ જે અમારી ફિલ્મ લોકોને આપવા માગતી હતી. ભૂમિએ આ અગાઉ આયુષ્માન ખુરાના સાથે દમ લગા કે હઈશાઅને શુભ મંગલ સાવધાનમાં પણ કામ કર્યું હતું.

(10:04 am IST)
  • કાલે સુપ્રીમકોર્ટના ત્રણ મહત્વના ચુકાદા : પ્રથમ કર્ણાટકમાં 17 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક જાહેર કર્યા તે પગલું ખોટું હતું કે કેમ ? :સવારે 10-30 વાગ્યે ચુકાદો જાહેર થશે: આરટીઆઈના કાયદા હેઠળ ચીફ જસ્ટિઝ ઓફ ઇન્ડિયાની ઓફિસ આવે કે કેમ તે અંગે ચુકાદો બપોરે બે વાગ્યે સુપ્રીમકોર્ટ આપશે : 2017નો નાણાકીય ખરડો કે બંધારણીય રીતે કાયદેસર છે કે કેમ તેનો પણ ચુકાદો અપાશે access_time 9:58 pm IST

  • જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં મુસાફર બસ અઢીસો ફૂટ નીચે ખાઈમાં ખાબકતા 16ના મોત : અકસ્માત સમયે ડ્રાઈવર મોબાઈલ પર વાત કરતો હતો access_time 10:02 pm IST

  • અમદાવાદ- ઉદેપુર હાઈવે પર દાવલી પાસે ટ્રકે રીક્ષાને હડફેટે લેતા ૪ શ્રદ્ધાળુના મોત, ૬ને ઈજા access_time 6:26 pm IST