Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

અમરીશ પુરીના પૌત્ર વર્ધાન પુરીની બોલીવૂડમાં એન્ટ્રી

બોલીવૂડના સદ્દગત અભિનેતા અમરીશ પુરીનો પૌત્ર પણ હવે બોલિવૂડમાં અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવા આવી રહ્યો છે. તેની પહેલી ફિલ્મનું નામ 'યે સાલી આશિકી' છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલરમાં અમરિશ પુરીના પોૈત્ર વર્ધાન પુરીની દમદાર એકિટંગ જોવા મળી રહી છે. વર્ધાને પોતાની પહેલી ફિલ્મમાં મેચ્યોર અભિનેતા તરીકે છાપ છોડી હોય તેવું ટ્રેલર જોતાં લાગે છે. આ ફિલ્મ એક થ્રિલર સસ્પેન્સ ડ્રામા છે.ઙ્ગઆ ટ્રેલર રિલીઝ થતા જ એને યુટ્યૂબ પર સારી એવી પ્રસંશા મળી રહી છે. ફિલ્મમાં વર્ધાન પુરી સાહિલનો રોલ ભજવી રહ્યો છે જે પોતાની સાથે ભણતી એક છોકરીને દિલ દઈ બેસે છે. ફિલ્મમાં વર્ધાન સાથે શિવાલિકા ઓબેરોય જોવા મળશે. આ બંનેની કેમિસ્ટ્રી બધાને આકર્ષી રહી છે. ફિલ્મનું નિર્દેશન ચિરાગ રૂપારેલ કરી રહ્યા છે અને નિર્માતા જયંતિલાલ ગડા છે. આ ફિલ્મ બાવીસમી નવેમ્બરે રિલીઝ થવાની છે.

(10:02 am IST)