Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

બેસ્ટ ફોરેન એક્ટર તરીકે અજય દેવગનનું સન્માન

મુંબઈ:ચીનમાં યોજાએલા  ૨૭મા ગોલ્ડન રુસ્ટર એન્ડ હન્ડ્રેડ ફ્લાવર ફિલ્મ્સ ફેસ્ટિવલમાં મોખરાના અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણને બેસ્ટ ફોરેન એક્ટરના એવોર્ડની નવાજેશ કરવામાં આવી હતી.આ ફેસ્ટિવલમાં અજયની રેડ ફિલ્મ રજૂ થઇ હતી જેને જોરદાર આવકાર સાંપડયો હતો. ઉત્તર પ્રદેશના એક માથાભારે અને વગદાર નેતાને ત્યાં જરાય ડર્યા વિના કે શેહશરમ રાખ્યા વિના રેડ પાડનારા ઇન્કમ ટેક્સ અધિકારીની આ બાયો-ફિલ્મ હતી જેમા અજયે મુખ્ય ભૂમિકા કરી હતી.ઔફોશાન વિસ્તારમાં યોજાએલા આ  ફેસ્ટિવલની શનિવારે પૂર્ણાહુતિ થઇ હતી. એ પહેલાં હન્ડ્રેડ ફ્લાવર્સ એવોર્ડ એનાયત કરાયા હતા. કિશોર જાવડે સ્થાપિત ઇન્ડિયા ચાઇના ફિલ્મ સોસાયટી અને ચાઇના ફિલ્મ એસોસિયેશન આ ફેસ્ટિવલ યોજે છે. જાવડેએ કહ્યું કે અમે  સદા કન્ટેન્ટ આધારિત ફિલ્મોને બિરદાવતા રહ્યા છીએ. રેડ એવી ફિલ્મ છે એટલે અમારા માટે ખાસ હતી. એનું કન્ટેન્ટ જબરદસ્ત હતું અને સત્યઘટનાઓ પર આધારિત હતું.રેડના નિર્માતા કુમાર મંગતે કહ્યું હતું કે અમે રેડ ફિલ્મ સાથે સંકળાયેલા છીએ એ વાતનું અમને ગૌરવ છે. અજયે એમાં પ્રાણ રેડી દીઆ હતા એટલે એને મળેલો એવોર્ડ યોગ્ય છે.

 

 

 

(2:35 pm IST)