Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

ભાણેજ અલીઝેહને બોલીવૂડમાં લોન્‍ચ કરશે સલમાન ખાન

બોલીવૂડમાં નવા કલાકારોને લોન્‍ચ કરવા માટે સલમાન ખાન જાણીતો છે. દબંગ-૩ ફિલ્‍મથી તે પોતાની ભાણેજ એટલે કે અતુલ અગ્નિહોત્રી અને અલવીરા અગ્નિહોત્રીની દિકરી અલીઝેહને લોન્‍ચ કરશે. અલીઝેહ  હાલમાં ડાન્‍સ અને ગાયકીની તાલિમક લઇ રહી છે.

ચર્ચા છે કે દબંગ-૩માં સલમાન, સોનાક્ષી સાથે અલીઝેહ પણ ખાસ રોલમાં હશે. ચર્ચા તો એવી પણ છે કે સોનાક્ષીનો રોલ અગાઉની ફિલ્‍મો જેટલો લાંબો નહિ હોય. બીજી તરફ અલીઝેહને કેવો અને કેટલો રોલ મળશે તે હજુ નક્કી થયું નથી. ભારતનું શુટીંગ પુરૂ થતાં જ સલમાન ખાન દબંગ-૩નું શુટીંગ શરૂ કરશે. ફિલ્‍મની સ્‍ક્રિપ્‍ટમાં ચુલબુલ પાંડે પર વધુ ફોકસ થયું છે. દબંગ-૩માં એક અસલી પોલીસ અધિકારીની કહાની છે.

 

(10:42 am IST)