Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

આરામ માટે સમય નથી અક્ષય પાસેઃ ફિલ્‍મોની કતાર

અક્ષય કુમાર સતત સામાજીક મુદ્દાઓ પરની ફિલ્‍મો કરતો રહે છે. જો કે તે દરેક જોનરની ફિલ્‍મો સરળતાથી કરી શકે છે. ૨.૦માં તે વિલન બનીને આવી રહ્યો છે. કોમેડી ફિલ્‍મ હાઉસફુલ-૪ પણ બની રહી છે. આ ઉપરાંત ખિલાડી કુમાર પાસે ફિલ્‍મોની કતાર લાગી છે. અક્ષય માટે આરામ માટે સમય જ નથી. તે સતત નવા પ્રોજેક્‍ટ માટે વ્‍યસ્‍ત છે. હાઉસફુલ-૪ પછી તે તુર્ત જ બીજી ફિલ્‍મનું શુટીંગ શરૂ કરશે. આ ફિલ્‍મનું નામ ‘મિશન મંગલ' છે. ભારતના મંગળ ગ્રહ (માર્સ)ના મિશન પર આ ફિલ્‍મ આધારીત છે.

શુટીંગ આ મહિનાના અંતમાં જ શરૂ થઇ જવાની શક્‍યતા છે. આ ઉપરાંત અક્ષય પાસે બીજી બે ફિલ્‍મો પણ છે. આવતા વર્ષે તેની કુલ ત્રણ ફિલ્‍મો આવે તેવી શક્‍યતા છે.

(5:29 pm IST)